ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS

  • May 10, 2025 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરથી લઈને પંજાબ અને રાજસ્થાનમાં કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી તરફ દિલ્હીમાં પીએમ મોદીની ત્રણેય સેના પ્રમુખો, CDS અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મહત્વપૂર્ણ બેઠક થઈ છે.


ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભડકી ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર સહિત રાજસ્થાનના સરહદને અડીને આવેલા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 26 જગ્યાઓ પર હુમલો કર્યો. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી કરી. LOC પર ઘણી જગ્યાઓ પર થોડા-થોડા સમયે ગોળીબાર પણ થયો છે. આ દરમિયાન પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે તેમના 3 એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ પીએમ મોદીએ દિલ્હીમાં ત્રણેય સેના પ્રમુખો CDS સાથે મહત્વપૂર્ણ બેઠક કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application