ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે એલઓસી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘુસણખોરો માર્યા ગયા છે. આ ઘુસણખોરોમાં 2 થી 3 પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં બની હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ઘુસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતીય સૈનિકો પર હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમોને એલઓસી પાર કરીને છુપાઈને હુમલાઓ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આ પાકિસ્તાની એજન્સીએ અગાઉ પણ સરહદ પર ભારતીય સૈનિકો પર હુમલો કર્યો છે. આ અનુભવનો લાભ લઈને આ ટીમ ફરી એકવાર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા માંગતી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ઘુસણખોરોને એલઓસી પર દેખાતાની સાથે જ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન અલ-બદ્રના આતંકવાદીઓ પણ સામેલ છે. આ ઘટના એ દિવસે બની જ્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર અંગે પોતાનો પ્રચાર ફેલાવી રહ્યું છે અને 5 ફેબ્રુઆરીને કાશ્મીર એકતા દિવસ તરીકે ઉજવવાનો ડોળ કરી રહ્યું છે.
પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર એકતા દિવસ નિમિત્તે 5 ફેબ્રુઆરીના રોજ, લાહોરમાં આયોજિત એક રેલીમાં, આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. રેલીને સંબોધતી વખતે તલ્હા સઈદ બબડતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે તેઓ કાશ્મીરને આઝાદ કરાવી દેશે. તેમણે સ્ટેજ પર ઘણા નાટક કર્યા અને કાશ્મીર અંગે શપથ લીધા. તલ્હા સઈદે એવી પણ માંગ કરી હતી કે પાકિસ્તાની સરકારે તેની નીતિની સમીક્ષા કરવી જોઈએ અને તેના પિતા હાફિઝ સઈદને જેલમાંથી મુક્ત કરવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech