શહેરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાએ નવી ઘાંચીવાડમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ નીલકંઠ પાર્ક પાસે માવતરના ઘરે રહેતી નમીરાબેન નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવી ઘાંચીવાડમાં રહેતા પતિ હિદાયત સિદ્દીકભાઈ ફુફાડ, સાસુ મુમતાઝબેન જેઠ સરફરાજ અને ફઈજી સાસુ ઝરીનાબેનના નામ આપ્યા છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ગત તા.5/11/ 2018 ના તેના સગા મોટા બાપુના પુત્ર હિદાયત સાથે થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગઈ હતી. પતિ અલંગ હાઉસમાં પરણીતાના પિતાની દુકાનમાં કામ કરતો હતો.
લગ્નના નવેક માસ બાદ પતિ, સાસુ, જેઠ જે મકાનમાં રહેતા હતા તે મકાન પરિણીતાના પિતાના નામે હોય જે તેમને રહેવા આપ્યું હોય આ મકાનની ફાઈલ માટે અવારનવાર ઝઘડો કરતા અને મારકૂટ કરતા હતા તેમજ આખો દિવસ જમવાનું આપતા ન હતા. તેમજ અવારનવાર ઘરેથી પૈસા લાવવાનું કંઈ હાથ ચાલાકી કરતા હતા.પરિણતાએ તેની માતાના ઘરે હતી ત્યારે જેઠનો ફોન આવ્યો હતો કે તું અહીંયા ઘરે આવ જેથી તેણે કહ્યું હતું કે તારે કામ હોય તો તું અહીં આવ કહી ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં જેઠ સરફરાઝ મમ્મીના ઘરેથી આજથી ત્રણેક વર્ષ પહેલા આવ્યો હોય ત્યારે ત્રણ ફડાકા મારી ગળુ દબાવ્યું હતું જે બાબતે ફરિયાદ કરી હતી. મકાનની ફાઈલ બાબતે સાસરિયાંઓ અવારનવાર ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે ફાઈલ અમારા નામે કરી દો તો અમે તમારી દીકરીને તેડી જશું નહીંતર છૂટુ કરી નાખશું. આમ કહી તલાકની બે વખત નોટિસ આપી હતી. સમાધાન માટેના પ્રયત્નો કયર્િ હતા પરંતુ સાસરીયાઓ એ દરકાર ન લેતા અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, પતિ તેનું સ્ત્રીધન પણ ઓળવી ગયો હોય જેમાં બે સોનાના પાટલા, સોનાનો પેન્ડલ અને ચેન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech