જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા જાહેરમાંં પશુઓને ઘાસચારો આપવાના બદલે ફ્રેન્ડસ ઓફ કેટલ યોજના કાર્યરત છે.જેમાં મહાનગરપાલિકા કચેરી તથા ઝોનલ કચેરી ખાતે ઘાસચારાની રોકડ રકમ દાન પેટે સ્વીકારવામાં આવે છે.જે રકમનો ગૌશાળામાં ઘાસચારામાં ઉપયોગ કરવામાં આવે છે. મહાનગરપાલિકા.કમિશ્નર ડો.ઓમ પ્રકાશ નાયબ કમિશ્નર ઝાંપડા તથા જાડેજા દ્રારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગેા ઉપર અડચણપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે.જાહેરમાં ઘાસચારો વેચવા નાખવા પ્રતિબધં ફરમાવવામાં આવેલ છે.મહાનગરપાલિકા દ્રારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગર પાલિકા, ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ ખાતે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં અજયભાઈ રાણા દ્રારા ત્રણ હજાર રોકડનું દાન આપવામાં આવેલ છે.
જૂનાગઢના શહેરીજનો ઘાસ ચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ લોર પર આવેલ જન સેવા કેન્દ્ર,જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન),ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ,શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસ ચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે.જેની શહેરીજનોને પાકી પહોંચ આપવામાં આવશે. તેમજ મહાનગર પાલિકા, જૂનાગઢની ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા,ખામધ્રોળમાં મંદિર પાસેની ગૌશાળા, સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને ઘાસ ચારાનું દાન કરવા માટે જણાવવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech