રાજધાની દિલ્હીમાં રવિવારે સીઆરપીએફ સ્કૂલ પાસે રહસ્યમય બ્લાસ્ટ થયો હતો જેમાં સ્કુલની દિવાલોને નુકસાન થયું હતું તેમજ આસપાસની દુકાનોને પણ નુકસાની સહેવી પડી હતી. જેમાં દિલ્હી પોલીસ ખાલિસ્તાની લિંક હોવાની શંકાના આધારે આગળ તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસે ધમકીભરી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તપાસની દિશા બદલી છે અને તેમાં ખાલિસ્તાનીઓનો હાથ હોવાની શંકાના આધારે ઊંડાણપૂર્વક ખોજબીન હાથ ધરી છે.રવિવારે દિલ્હીના રોહિણીમાં સીઆરપીએફ સ્કૂલની દિવાલમાં એક વિસ્ફોટ થયા બાદ, વિસ્ફોટ પાછળનું કારણ નક્કી કરવા અને ગુનેગારોને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં સંભવિત ખાલિસ્તાનીઓનો હાથ હોવાની શંકાના આધારે તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં રોહિણીના પ્રશાંત વિહારમાં સીઆરપીએફ સ્કૂલની બહાર વિસ્ફોટ થયા બાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડકમાન્ડોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જ્યારે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, આઈઈડી બ્લાસ્ટ રોહિણીમાં શાળાની દિવાલમાં કરવામાં આવ્યો હતો અને નજીકની દુકાનો અને કારને થોડું નુકસાન પહોંચાડ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે એવી શંકા છે કે ગુનેગારો અધિકારીઓને આ રીતે બ્લાસ્ટ કરીને ખાસ સંદેશ મોકલવા માંગતા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિસ્ફોટ કથિત રીતે ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓને નિશાન બનાવવાના બદલામાં હતો તે પછી દિલ્હી પોલીસ વિસ્ફોટ સાથે ખાલિસ્તાની લિંકની તપાસ કરી રહી છે.
બોમ્બ, જે રિમોટથી અથવા ટાઈમર વડે નિયંત્રિત આઈઈડી હતો, તે સંભવત: શનિવારે મોડી રાત્રે મૂકવામાં આવ્યો હતો.જસ્ટિસ લીગ ઇન્ડિયાએ ક્લિપ સાથે પોસ્ટમાં જણાવ્યું હતું કે જો ભારતીય એજન્સી અને તેમના માસ્ટરને લાગે છે કે તેઓ અમારો અવાજ બંધ કરવા માટે અમારા સભ્યોને નિશાન બનાવવા માટે ગુંડાઓને ભાડે રાખી શકે છે, તો તેઓ મૂર્ખની દુનિયામાં રહે છે. તેઓ કલ્પ્ના કરી શકતા નથી કે અમે તેમની કેટલી નજીક છીએ અને અમે ગમે ત્યારે હુમલો કરવા માટે કેટલા સક્ષમ છીએ .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech