રાજય સરકારે ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ ના ૫૦ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી હતી અને તેમાં નવનાથ ગવહાણને રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ફેબ્રુઆરી માસના પ્રથમ સાહમાં રાજકોટના ડીડીઓ તરીકે ચાર્જ સંભાળનાર નવનાથ ગવ્હાણેને હજુ એક વર્ષ પણ પૂંરૂ થયું નથી ત્યાં તેની બદલી સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવાનો હુકમ થયો છે.
રાજકોટના નવા ડીડીઓ તરીકે કોઈ નામની જાહેરાત હજુ સુધી સરકારે કરી નથી અને ચાર્જ સોંપવાનો આદેશ પણ કોઈને કરાયો નથી. આગામી તારીખ ૨૦ ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે. તે પહેલા નવા ડીડીઓની નિમણૂક થવાની અથવા તો કોઈને ચાર્જ સોપાવાની શકયતા છે. સામાન્ય સભામાં ડીડીઓ સચિવ તરીકે હાજર રહેતા હોય છે પરંતુ નવનાથ ગવહાણેની બદલી થતાં હવે જેમને ચાર્જ સોંપવામાં આવશે તે અથવા તો જિલ્લા કલેકટર આ સામાન્ય સભામાં હાજર રહે તેવી શકયતા છે.
નવરચિત નડિયાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના કમિશનર તરીકે સરકારે ૨૦૧૭ ની બેચના આઈએસ અધિકારી મિરાંત પરીખની નિમણૂક તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના હત્પકમથી કરી હતી. પરંતુ સરકારે ગઈકાલે આ હુકમ પણ રદ કર્યેા છે અને હવે નડિયાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે ૨૦૧૪ ની બેચ અધિકારી અને અત્યારે ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની જવાબદારી સંભાળતા જી.એચ સોલંકીની નિમણૂક કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech