રિપબ્લિકન પાર્ટીના નેતા જેડી વેન્સ, જેમણે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી છે. તેમણે ભારતીય શાકાહારી ભોજનની પ્રશંસા વિશે ખુલીને વાત કરી હતી. તેણે આનો શ્રેય તેની પત્ની ઉષા વેન્સને આપ્યો, જે ભારતીય-અમેરિકન છે. તેણે તે શાકાહારી ભોજન વિશે પણ જણાવ્યું જે તેણે ઉષા માટે પહેલીવાર બનાવ્યું હતું, જ્યારે તે બંને ડેટિંગ કરી રહ્યા હતા. જો કે તેમણે રસોઈ બનાવવાના તેના પ્રથમ પ્રયાસને ખૂબ જ ખરાબ ગણાવ્યો હતો.
ગયા અઠવાડિયે ’જો રોગન એક્સપિરિયન્સ’ દરમિયાન જો રોગન સાથેની નિખાલસ અને આકર્ષક વાતચીતમાં વેન્સે જણાવ્યું હતું કે કેવી રીતે ઉષા વેન્સને મળ્યા પછી તે પ્રોસેસ્ડ ફૂડ્સથી દૂર થયા અને સ્વાદિષ્ટ શાકાહારી ખોરાક તરફ આગળ વધ્યા. વાતચીતની શરૂઆત જો રોગનની પ્રોસેસ્ડ મીટની તીક્ષ્ણ ટીકા સાથે થઈ હતી, જેને તેમણે અત્યંત પ્રોસેસ્ડ ગાર્બેજ તરીકે વર્ણવ્યું હતું.
વેન્સ જેમણે તાજેતરના વર્ષોમાં વધુ પ્લાન્ટ બેઝ્ડ જીવનશૈલી અપ્નાવી છે, તેઓ આ વાતમાં સંપૂર્ણપણે સંમત થયા પરંતુ વાતર્લિાપ ટૂંક સમયમાં એક વિષય તરફ વળ્યો જેના વિશે વેન્સ હવે સ્પષ્ટપણે ભાવુક છે અને તે છે ભારતીય શાકાહારી ખોરાક.
રોગને ભારતીય ભોજનમાં જોવા મળતી વિવિધતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, જો તમારે શાકભાજી ખાવી હોય અને શાકાહારી બનવું હોય તો ભારતીય ખોરાક ખાઓ. વેન્સે સંમતિમાં માથું હલાવ્યું અને પોતાને વાત કરતા ન રોકી શક્યા કે કેવી રીતે તેની પત્નીની પૃષ્ઠભૂમિએ તેનો ભોજન બનાવવાનો અને ખાવાનો અભિગમ સંપૂર્ણપણે બદલી નાખ્યો.
જેડી વેન્સે એ પણ કબૂલ્યું હતું કે ઉષા વેન્સને મળ્યા પહેલા તેમને ભારતીય ભોજનની માત્ર મૂળભૂત સમજ હતી. તેમણે વધુમાં દાવો કર્યો કે જ્યારે તે ઉષાને મળ્યા ત્યારે તેને ખબર નહોતી કે શાકાહારી લોકો શું ખાય છે.
તેમણે ઉત્સાહપૂર્વક કહ્યું, મારી પત્ની ભારતીય-અમેરિકન છે અને તે જે શાકાહારી ભોજન બનાવે છે તે અસાધારણ છે. હું તમને કહું છું, જો તમારે શાકાહારી જીવનશૈલી અપ્નાવવી હોય, તો ભારતીય ભોજન તરફ વળો. અહીં તમને શ્રેષ્ઠ અકલ્પ્નીય શાકાહારી વિકલ્પો મળશે.
તેમણે કહ્યું, કોઈપણ શાકાહારી વ્યક્તિ પ્નીર, ચોખા અને છોલેનો આનંદ માણી શકે છે. નકલી માંસ ખાવાનું ટાળો. ભારતીય ભોજન સાચું હોય છે. તે સ્વાદિષ્ટ અને ખૂબ જ વૈવિધ્યસભર છે.
તેમણે ઉષા સાથે ડેટિંગના શરૂઆતના દિવસોની એક ઘટના વિશે પણ જણાવ્યું, જ્યારે તેમણે ઉષાને ઘરે બનાવેલા શાકાહારી ખોરાકથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્વીકાર્યું કે પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. તેમણે કહ્યું, મેં વિચાર્યું કે હું ખરેખર કંઈક સરસ બનાવીશ, તેથી મેં એક ક્રિનેસટ રોલ બનાવ્યો, તેના પર કાચી બ્રોકોલી મૂકી, તેના પર રાંચ ડ્રેસિંગ ઉમર્યું અને તેને 45 મિનિટ માટે ઓવનમાં મૂકી દીધું અને મારો શાકાહારી પિઝા તૈયાર થઈ ગયો. પછી વેન્સે યાદ કર્યું કે તે ઘૃણાસ્પદ હતું. હું વિચારતો હતો કે આ ભયંકર છે. મેં આ શું કર્યું?
તેમણે ઉમેર્યું કે તે સમજવામાં મને થોડો સમય લાગ્યો કે શાકાહારી ભોજન વાસ્તવમાં કેવું હોય શકે પરંતુ એકવાર મેં ભારતીય રસોઈમાં મારો હાથ અજમાવ્યો, ત્યારે મને સમજાયું કે તે કેટલું સમૃદ્ધ, સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર છે. તેની કોઈ સરખામણી નથી.
ઉષા વેન્સે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે જેડી વેન્સે તેમની શાકાહારી જીવનશૈલી અપ્નાવી હતી અને તેમની માતા પાસેથી ભારતીય ભોજન બનાવતા શીખ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech