મહિલા અનામતની અલગ પોસ્ટ ઉભી કરાઈ: કુલ ૧૧૭૦ વકિલ મિત્રો મતદાન કરશે
જામનગર ના વકિલ મંડળની આગામી તા. ૨૦ ના ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા ૧૧૭૦ વકિલો મતદાન કરશે. આ વખત ની ચૂંટણીમાં ગુજરાતના બાર કાઉન્સીલ ની સુચના થી પ્રથમ વખત મહિલા પ્રતિનિધિ ની અલગ પોસ્ટ ઉભી કરવામાં આવી છે.
જામનગરના વકિલમિત્રોના આવતા વર્ષના નવા હોદ્દારોની નોંધણી માટે આગામી તા. ૨૦ ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજવામાં આવી છે. જામનગર વકિલમંડળની આ ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા પ્રતિનિધિની એક અનામત બેઠક ઉભી કરવામાં આવી છે.
જામનગરના ૧૧૭૦ જેટલા વકિલમિત્રો જેના સદસ્ય છે તેવા બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાયબ્રેરી મંત્રી તેમજ મહિલા પ્રતિનિધિના પદ માટે ચૂંટણી યોજાશે તેના ફોર્મ આગામી તા. ૯ થી તા. ૧૩ દરમ્યાન લાલબંગલા સ્થિત કોર્ટની બિલ્ડીંગમાં આવેલા વકિલમંડળના ખંડ માંથી પ્રાપ્ત થઈ શકશે. તે પછી તા. ૧૬ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને તા. ૨૦ ડિસેમ્બર-શુક્રવારે સવારથી સાંજ સુધી વકિલમિત્રો પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરશે.
આ ચૂંટણી પ્રક્રિયામાં કમિશનર તરીકે એડવોકેટ કે.ડી. ચૌહાણ તથા સહકમિશનર તરીકે એડવોકેટ મિહીર નંદા, બી.ડી. ગોસાઈ સેવા આપશે. મતદાન પૂર્ણ થયા પછી સાંજે મતગણતરી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech