જામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો

  • May 15, 2025 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર-મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ ગુરૂવારે પુન: રાબેતા મુજબ શરૂ​​​​​​​ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે, એરપોર્ટ કાર્યરત થયું હતું, પરંતુ આ ફલાઇટ સતત બે દિવસ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જો કે ફલાઇટ પુન: શરૂ​​​​​​​ થતાં મુસાફરોને રાહત થશે. 


ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારે યુઘ્ધવિરામ બાદ જામનગર સહિત બંધ કરાયેલા અમુક એરપોર્ટ સોમવારે પુન: શરૂ​​​​​​​ કરાયા હતાં. પરંતુ જામનગર-મુંબઇ વચ્ચેની એક માત્ર ઇન્ડીયન એરલાઇન્સની ફલાઇટ મંગળવાર અને બુધવાર સતત બે દિવસ બંધ રહી હતી, આથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જો કે ગુરૂ​​​​​​​વારથી જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ રાબેતા મુજબ શરૂ​​​​​​​ થઇ હતી અને જામનગરથી મુંબઇ અને મુંબઇથી જામનગરની ફલાઇટ નિયત સમય મુજબ આવી હોવાનું એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ જણાવ્યું હતું,


જામનગર અને મુંબઇ વચ્ચે આવાગમન કરતી આ એક માત્ર ફલાઇટ છે ત્યારે આ ફલાઇટ રદ થતાં મુસાફરો તથા વેપાર-ધંધા અર્થે મુંબઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગુ
રૂ​​​​​​​વારથી આ ફલાઇટ પુન: શરૂ​​​​​​​ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application