ઓમ ટ્રેનીંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ નો આજે જન્મદિવસ હતો, જેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી મનો દિવ્યાંગ બાળકો સાથે કરીને તેઓને ખુશી આપવા નો પ્રયત્ન કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ વેળાએ તેમની સાથે તેઓના પત્ની તથા જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આજે પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો. જ્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી તેઓ કરતા નથી, પણ આ વર્ષે ઓમ ટ્રેનિંગ સેન્ટર જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે તેમાં બાળકો સાથે મનોરંજન ડાન્સ તેમજ બાળકોને આનંદ કરાવી પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો, અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
જેમાં જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલૂ સજોડે હાજર રહ્યા હતા, જ્યારે જામનગર જિલ્લા ના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ.એસ.પી. પ્રતિભા, ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. રાજેન્દ્ર દેવધા, શહેર વિભાગના ડી.વાય.એસ.પી.જયવીરસિંહ ઝાલા, પોલીસ હેડક્વાર્ટર ના ડી.વાય.એસ.પી. વિ.કે પંડ્યા, સિટી સી. ડિવિઝન ના પી.આઈ. ચાવડા, એલ.સી.બી.ના પી.એસ.આઈ. પી. એન. મોરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેઓની સાથે ઓમ ટ્રેનીંગ સેન્ટર ના સંચાલક ડીમ્પલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા, અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ એ દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ સાથે પોતાની જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લામાં માવઠાની માર: પાકને નુકશાનની ભીતિ
May 06, 2025 01:38 PMઆતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી
May 06, 2025 01:36 PMક્રેડીટ બુલ્સ કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના બે કરોડ ફસાયા.....?
May 06, 2025 01:23 PMલાલપુરમાં ૫૨.૪૬ લાખના શરાબના જથ્થા પર બુલડોઝર
May 06, 2025 01:18 PMસુમરી ભલસાણ ગામમાં ભેસો ચરાવવાના મનદુ:ખમાં હુમલો
May 06, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech