ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધતા યુઘ્ધની આકસ્મીક સ્થીતીમાં આરોગ્ય સેવા નિરંતર મળી રહે તે માટે રાજય સરકારના આરોગ્ય, તબીબી સેવા અને શિક્ષણ સંશોધન કચેરી દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ છે.
જેના ભાગપે જામનગર સહિત રાજયના તમામ આરોગ્ય અધિકારીઓ અને મેડીકલ કોલેજ અને હોસ્પીટલોને ૯ મેના ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં જામનગર જીલ્લા કક્ષાએ ૫ અને તાલુકા કક્ષાએ ૨ મેડીકલ ટીમ જરૂરી સાધનો સાથે તૈયાર રાખવા આદેશ કરાયો છે, આટલુ જ નહીં યુઘ્ધની આકસ્મીક સ્થીતીમાં લોહીની અછત ન સર્જાય તે માટે દરરોજ શહેર, તાલુકા અને જીલ્લા કક્ષાએ રકતદાન કેમ્પ કરવા ખાસ સુચના આપવામાં આવી છે. જરૂર પડયે તમામ આરોગ્ય હોસ્પીટલોએ મિલ્ટ્રી હોસ્પીટલને દવા, સાધન સામગ્રી, માનવબળ સાથે હોસ્પીટલની ઇમારત ઉપલબ્ધ કરાવવા પણ આદેશ કરાયો છે.
પાકિસ્તાન દ્વારા ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી છે ત્યારે યુઘ્ધની આકસ્મીક સ્થીતીમાં લોકોને નિરંતર આરોગ્યલક્ષી સવા મળી રહે તે માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે, જેમાં આકસ્મીક સ્થીતીને પહોચી વળવા જીલ્લા કક્ષાએ ૫ અને તાલુકા કક્ષાએ ૨ મેડીકલ ટીમ જરૂરી દવા, વાહન અને માનવબળ સાથે તૈયાર રાખવા સુચના અપાઇ છે, આટલુ જ નહી દરેક ગ્રામ્ય કક્ષાએ પ્રાઇમરી ઇન્ફોર્મર ઉભા કરી આકસ્મીક પરિસ્થીતી અને સંજોગોની જાણકારી સત્વરે મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવા પણ તાકીદ કરાઇ છે.
આરોગ્ય સબ સેન્ટરથી લઇ મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પીટલ કક્ષાની તમામ સરકારી સંસ્થાઓમાં જરી દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા હોસ્પીટલોમાં બેન્ડેજ, ડ્રેસીંગ માટે જરી સાધન સામગ્રીઓ ખુટતી હોય તો તાત્કાલીક મેળવી લેવા જણાવાયુ છે. હોસ્પીટલોમાં વેન્ટીલેટર, આઇસીયુ બેડ અને ઓકસીજનની સુવિધા ચાલુ હાલતમાં છે કે કેમ એ સુનિશ્ર્ચિત કરવા પણ જણાવાયું છે.
ખાસ કરીને યુઘ્ધની આકસ્મીક સ્થીનીમાં લોહીની અછત ન સર્જાય તે માટે શહેર, જીલ્લા અને તાલુકા કક્ષાએ દરરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા આદેશ કરાયો છે, તમામ બ્લડ સ્ટોરેજ યુનિટ પાસે દરેક બ્લડ ગ્રુપનું બ્લડ ઉપલબ્ધ રાખવાનું રહેશે અને ૧૦૦ ટકા ક્ષમતા સુધીનું બ્લડ સ્ટોરેજ રાખવાનું રહેશે.
તમામ મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફે હેડ કવાર્ટર પર હાજર રહીને ફરજ બજાવવાની રહેશે, જર જણાય ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફે હોસ્પીટલોમાં પણ ફરજ બજાવવાની રહેશે, જીલ્લા કક્ષાની તમામ આરોગ્ય હોસ્પીટલોએ જર પડયે મિલ્ટ્રી હોસ્પીટલને તમામ દવા, સાધન સામગ્રી, માનવબળ, હોસ્પીટલનું બિલ્ડીંગ ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ કરાયો છે.
એમ્બ્યુલન્સમાં તમામ દવા, સાધન સામગ્રી, ઓકસીજનની સુવિધા રાખવાની રહેશે
શહેર અને જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડીકલ કોલેજ, હોસ્પીટલ ખાતે એમ્બ્યુલન્સ ચાલુ અવસ્થામાં રાખવાની રહેશે. જનરેટર સેટ ચાલુ અવસ્થામાં રાખવા અને તેમા ડીઝલ પુરાવીને વધારાનો સ્ટોક હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ રાખવા તથા પાણીની ટાંકીઓ ભરીને રાખવા સુચનાઓ અપાઇ છે, એમ્બ્યુલન્સમાં તમામ દવા, સાધન સામગ્રી, ઓકસીજનની સુવિધા છે કે કેમ તે તાત્કાલીક સુનિશ્ર્ચિત કરવાનું રહેશે.
સગર્ભાઓની યાદી બનાવી હોસ્પીટલમાં પ્રસુતીની વ્યવસ્થા કરવા સુચના અપાઇ
યુઘ્ધની આકસ્મીક સ્થીતીમાં પ્રસુતી થવાની હોય તેવી સગર્ભાઓની યાદી બનાવી તેઓની પ્રસુતી હોસ્પીટલમાં જ થાય તેવી વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે, આપત્તીના સમયમાં જો રોડ, રસ્તા બંધ થયા હોય તો આ સગર્ભાઓની પ્રસુતી તાલીમ પામેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા થાય તેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે એમઓ અને ટીએચઓ કક્ષાએ આ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવે તેની તાકીદ કરવામાં આવી છે.