એરપોર્ટ બે દિવસથી કાર્યરત, પરંતુ દૈનિક ફ્લાઇટનું આવાગમન બંધ: એક માત્ર ફલાઇટ કયાં કારણોસર રદ્દ કરવામાં આવી રહી છે, તે અંગે અનેક સવાલ
જામનગર-મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ બુધવારે સતત બીજા દિવસે રદ્દ કરવામાં આવી છે, આથી મુસાફરો હેરાન-પરેશાન થઇ ગયા છે, એરપોર્ટ બે દિવસથી કાર્યરત થયું છે, પરંતુ દૈનિક ફલાઇટનું આવાગમન બંધ છે, જામનગર-મુંબઇ વચ્ચે એક માત્ર ફલાઇટ ક્યાં કારણોસર રદ્દ કરવામાં આવી રહી છે, તે અંગે મુસાફરોમાં અનેક સવાલ ઉઠ્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારે યુઘ્ધવિરામ બાદ જામનગર સહિત બંધ કરાયેલા અમુક એરપોર્ટ સોમવારે પુન: શ કરાયા હતાં, પરંતુ સોમવારે જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ આવી ન હતી, આ સ્થિતિમાં મંગળવારથી આ ફલાઇટ સંભવત: આવવાની શકયતા એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ દર્શાવી હતી. પરંતુ જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક ઉડાન ભરતી ઇન્ડીયન એરલાઇન્સની ફલાઇટ મંગળવારે પણ રદ કરવામાં આવી હતી, જો કે એરપોર્ટ બે દિવસથી શ કરી દેવાયું છે. ત્યારે બુધવારે સતત બીજા દિવસે જામનગર-મુંબઇ વચ્ચે આવાગમન કરતી ફલાઇટ રદ્દ કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ આ ફલાઇટ સતત બે દિવસથી ક્યાં કારણોસર રદ્દ કરવામાં આવી રહી છે, તે અંગે મુસાફરોમાં અનેક સવાલ ઉઠ્યા છે, જામનગર અને મુંબઇ વચ્ચે આવાગમન કરતી આ એક માત્ર ફલાઇટ છે ત્યારે આ ફલાઇટ રદ થતાં મુસાફરો તથા વેપાર-ધંધા અર્થે મુંબઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.