આરોપી ધર્મેશ રાણપરીયા સામે લેન્ડ ગ્રેબીંગ : મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં દબાણ-બાંધકામ કર્યુ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ મયુરટાઉનશીપ-1 ખાતેનો કોમન પ્લોટમાં બાંધકામ થકી ગેરકાયદે દબાણ કરીને અંદાજે પાંચ કરોડની જમીન પચાવી પાડવાના મુદે જયેશ પટેલના ભાઇ ધર્મેશ રાણપરીયા સામે સીટી-એ ડીવીઝનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર વ્યાપી છે, ફરીયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી તપાસને આગળ ધપાવી છે.
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર મયુરટાઉનશીપ-1 ખાતે રે.સ.નં. 1206નો કોમન પ્લોટ-એ આશરે 965.38 ચો.મી. જેની અંદાજે બજાર કિંમત ા. 5.19.55.000 નો કિંમતી પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરીયાદ-રજુઆત લેન્ડ ગ્રેબીંગ સમિતી સમક્ષ કરવામાં આવી હતી, દરમ્યાનમાં સમિતી દ્વારા આ અંગે તપાસ કરતા જેમાં તથ્ય જણાતા આ મામલે ફરીયાદ કરવા પોલીસને સુચના કરવામાં આવી હતી.
દરમ્યાનમાં મયુરટાઉનશીપ શેરી નં. 9 ખાતે રહેતા ધર્મેશ મુળજી રાણપરીયાની વિરુઘ્ધ સીટી-એ ડીવીઝનમાં ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 4(3), 5(ગ) અને ઇપીકો 506, 294(ખ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામના ફરીયાદી રઘુવીરપાર્ક સોસાયટીમાં રહેતા જગદીશ રમેશભાઇ રામોલીયાના મુળ પ્લોટ (મકાન)ની બાજુમાં આવેલ રે.સ.નં. 1206નો 5.19 કરોડની કિંમતનો કોમન પ્લોટ આરોપી ધર્મેશ રાણપરીયાએ પોતાના અંગત ઉપયોગ માટે મ, સંડાસ, બાજમ અને બે શેડ બનાવી ગેરકાયદે દબાણ કરી જમીન પચાવી પાડી ફરીયાદી અને સોસાયટીના રહીશોની સુવિધા છીનવી લઇ અપશબ્દો બોલી, ધમકીઓ આપી હતી.
પોલીસ ફરીયાદના આધારે આ અંગેની તપાસ જામનગર સીટી ડીવાયએસપી ઝાલા તથા સીટી-એ પીઆઇ એન.એ. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે, ગઇકાલે ફરીયાદ થતા પોલીસ દ્વારા આ અંગે તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા અને આરોપી ધર્મેશ રાણપરીયાની અટકાયત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધર્મેશ રાણપરીયા સામે અગાઉ 3 ફરીયાદ થઇ ચુકી છે અને તાજેતરમાં જ રણજીતસાગર રોડ પર આરોપીએ કરેલ ગેરકાયદે બાંધકામ પોલીસ અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દુર કરી જગ્યા ખુલ્લી કરાઇ હતી, દરમ્યાન ધર્મેશ રાણપરીયા સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર ફેલાઇ જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech