ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના એક ખેડૂત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક તેમના ફાર્મમાં અને માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે.
ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના,બાગાયત વિભાગનાં અને સુભાષ પાલેકરનાં સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે. આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેવો દેશી બાજરો,કાકડી,મકાઈ અને શિંગનું ઉત્પાદન મેળવે છે.
દેશી બાજરો ખાવાથી થતાં ફાયદા ઘણા છે.જેમ કે તે હૃદય ને સ્વસ્થ રાખે,ડાયાબિટીસને નિયંત્રિત કરે, વજન ઘટાડવામાં ઉપયોગી,પાચનતંત્રને બનાવે છે મજબૂત,લોહીની ઉણપ પૂરી કરે છે. આમ, ગાય આધારિત ખેતીમાં તેવો ગાયનું છાણ,ગૌમૂત્ર,જીવામૃત બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.તેમનું ઉત્પાદન થયેલો પાક તાલુકાની માર્કેટમાં અને તેમના ફાર્મમાં સ્ટોલ નાખીને તેમનું વેચાણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech