કાર્તિક આર્યન હંમેશા તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેના ડેટિંગના અહેવાલો હંમેશા આવતા રહે છે પરંતુ કાર્તિકે ક્યારેય તેની પુષ્ટિ કરી નથી. ઘણા સમયથી એવા અહેવાલો હતા કે કાર્તિક તેના કરતા 11 વર્ષ નાની શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે. કાર્તિકે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ એવું લાગે છે કે તેની માતાએ શ્રીલીલા સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી છે. કાર્તિકની માતા માલા તિવારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કાર્તિક આર્યન IIFA 2025 હોસ્ટ કરી ચૂક્યા છે. કાર્તિકની માતા માલા તિવારી પણ તેની સાથે આ એવોર્ડ ફંક્શનમાં હાજર રહી હતી. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમને તેમની ભાવિ પુત્રવધૂ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એક હિન્ટ આપી દીધી છે.
કાર્તિક માટે જોઈએ છે એક ડોક્ટર વહુ
કાર્તિકની માતાએ કહ્યું કે પરિવારમાં ખૂબ જ સારા ડૉક્ટરની માંગ છે. માલા તિવારીની આ પ્રતિક્રિયા પછી બધાને શ્રીલીલાનો સંકેત મળી ગયો છે. કારણ કે અભિનયની સાથે શ્રીલીલા ડૉક્ટર બનવા માટે પણ અભ્યાસ કરી રહી છે. જોકે કાર્તિક કે શ્રીલીલા બંનેમાંથી કોઈએ તેમના સંબંધોની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી.
શ્રીલીલા કાર્તિક આર્યનના પરિવારના સેલિબ્રેશનનો ભાગ બની હતી. આ સેલિબ્રેશન કાર્તિકની બહેન ડૉ. કૃતિકા તિવારી માટે આયોજિત કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં, શ્રીલીલા કાર્તિકના પરિવાર સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી.
કાર્તિક અને શ્રીલીલા ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે અને તે દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાંથી બંનેનો એક ફોટો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જોકે, ફિલ્મનું ટાઇટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech