શિવકુંજ ધામ ભાવનગર અને મોટા ગોપનાથ બ્રહ્મચારી જગ્યાનાં ગાદીપતિ સીતારામ બાપુનાં વ્યાસાસને અવંતિકા નગરી ઉજ્જૈનમાં મહાકાલ જ્યોતિર્લિંગનાં ચરણોમાં આરંભાયેલી શ્રીમદ્ ભાગવત કથામાં સીતારામ બાપુએ ભાગવત કથાનાં વર્ણનમાં આવતી કથાઓ ઉત્સવો અને કૃષ્ણ ચરિત્ર સાથે સાથે દરેક સત્રમાં ભગવાન શિવનાં દરેક જ્યોતિર્લિંગની કથાઓ અને મહિમા પણ વર્ણવ્યો હતો.
ઉજ્જૈન એ અતિ પવિત્ર શિવનગરી છે અને જેના નામે સવંત ચાલે છે તેવા વિક્રમ રાજા અને ભર્તુહરિની પણ આ રાજ્ય ભૂમિ છે તે નગરીમાં કથા દરમ્યાન કહ્યું હતું કે અજ્ઞાનનું અંધારૂ દૂર કરવા માટે જ્ઞાન મેળવવાની યુક્તિ મળ્યા પછી પદનો અહંકાર ન આવે તો પદ જળવાઈ રહે પણ જ્ઞાન સાથે જો જડતા આવે તો પતન થાય છે. સાધકની તેજસ્વીતા વધે એટલે પ્રભુ પધારે તેથી જ્યોતિર્લિંગ શબ્દ શિવજી માટે વપરાય છે. કથાનું શ્રવણ મનન કે કિર્તન કરવાથી જીવન મંગલમય બને છે યુગ બદલાય શરીર બદલાય પણ જીવનો સ્વભાવ વિચાર પ્રકૃતિ બદલાતી નથી તેથી બુધ્ધિને દિક્ષિત કરવી ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. કારણકે ભગવાનનું વિસ્મરણ એ મોટી આપત્તિ આપતી હોય છે અને ભગવાનનું સ્મરણ એ સૌથી મોટી સંપત્તિ આપતી હોય છે માટે જ કોઈ ભૌતિક સુખ આપણને કાયમ માટે આનંદીત અને પ્રફુલિત રાખી શકતું નથી જ્યારે આધ્યાત્મિક સુખ વ્યક્તિને સદાય માટે આનંદીત અને પ્રફુલિત રાખે છે.
જે વ્યક્તિ ભગવાનને શરણે જાય છે તેણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાની જાત સત્ય સ્વરૂપ ભગવાનને સોંપી દેવાની હોય છે પ્રેમપૂર્વક ભગવાનને શરણે રહેવું તેનાથી ઉત્તમ ઉપાસના આજના સમયમાં બીજી કોઈ જ નથી. તેથી આશ્રિત તેને કહેવાય જે પોતાના ઇષ્ટદેવનું સદાય સ્મરણ કર્યા કરે છે.
આ કથામાં કપિલ જન્મ - નૃસિંહ પ્રાગટ્ય - વામન જન્મ - રામ જન્મ - કૃષ્ણ જન્મોત્સવ - ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહનાં ઉત્સવો ઉજવવામાં આવ્યા કથાનાં મુખ્ય પોથી યજમાન ધનજીભાઈ જાની સહ પોથી યજમાન રવિભાઈ બારૈયા, પ્રતાપભાઈ વ્યાસ, જસુભા ચુડાસમા, કાળુભાઈ ધાંધલ્યા, સ્વ. જેરામભાઈ ઘેવારિયા પરિવાર ઉપરાંત આયોજન કમિટી કથાનાં આયોજનને સુચારૂ પાર પાડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech