જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ઉપલેટા સ્મશાન રોડ પર ધરારના ડેલા પાસે આવેલા મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતાં.જેમાં દિલાવર ઓસમાણભાઇ હીંગોરા(રહે. સ્મશાન રોડ,ઉપલેટા), વિમલ રાજભાઇ કનારા(રહે. ચકલી ચોરા,ઉપલેટા), રમેશ મેઘાભાઇ સોંદરવા(રહે. અશ્ર્વિન ટોકીઝ પાસે,ઉપલેટા), અતુલ બચુભાઇ ધમર(રહે. નાની વાવડી,ધોરાજી), ભરત નાનુભાઇ જંજેરીયા(ઉ.વ રઘુવીર બંગલા,ઉપલેટા), પ્રતીક કીરીટભાઇ ઘોડાસરા(ઉ.વ ચીખલીયા, ઉપલેટા), મનોજ મગનભાઇ ઘોડાસરા(રહે. ચીખલીયા,ઉપલેટા), હીરા દેવરાજભાઇ ભીટ(રહે. અશ્ર્વિન ટોકીઝ પાસે,ઉપલેટા) અને વીરા બધાભાઇ વાંદા(રહે. અશ્ર્વિન ટોકીઝ,ઉપલેટા) નો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન પટમાંથી રોકડ રૂ.૨૭,૧૮૦ અને ૭ મોબાઇલ સહિત કુલ રૂ. ૫૩,૬૮૦ નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસના દરોડા દરમિયાન જુગારધામ ચલાવનાર રજાક ઉર્ફે બાવલો ઓસમાણભાઇ હીંગોરા(રહે. સ્મશાન રોડ,ઉપલેટ) હાથ ન લાગ્યો હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech