વર્ગ-૪ના પાર્ટ ટાઈમ શ્રમયોગીની કાયમી થવાની અરજી લેબરકોર્ટ દ્વારા નામંજુર

  • May 08, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી પી.જી.વી.સી.એલ.માં વર્ગ ૪ના પાર્ટટાઈમ કામદારે કાયમી કરવા માટે કરેલી માંગણી ઔદ્યોગિક અદાલત દ્વારા રદ કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ પી.જી.વી.સી.એલ. ધોરાજી ડિવિઝન ઓફિસમાં પાર્ટટાઈમ સફાઈ કામદાર તરીકે કામ કરતા રમેશ અરજણ સોલંકી દ્વારા કાયમી કરી કાયમીના ગ્રેડમાં વર્ગ ૪ને મળતા પગાર તથા આનુસાંગિક લાભો એરિયર્સ સહીત ચુકવી આપવા બાબતે ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ કેસ દાખલ કર્યો હતો.


જે કેસમાં પી.જી.વી.સી.એલ. વતી પેનલ એડવોકેટ એ.એસ.ગોગિયા દ્વારા પુરાવા સાથે રજૂઆત કરાઈ હતી કે, મજકુર શ્રમયોગીને પાર્ટ ટાઈમ ૪ કલાક સાફ સફાઈની કામગીરી કરવા મૌખિક કરારથી કામે રાખેલ હતા, તેમજ લેખિત રીતે કોઈ નિમણુક આપવામાં આવી નથી. તદ ઉપરાંત સંસ્થાના ભરતી બઢતીના નિયમો અને સ્ટાફ સેટઅપમાં આવી સફાઈ કામદારની કોઈ પોષ્ટ ઉપલબ્ધ ન હોવાથી શ્રમયોગીની માંગણી મુજબ તેઓ વર્ગ ૪ ઉપર કાયમી થવા પાત્રતા ધરાવતા ન હોય જેથી માંગણી રદ કરવા દલીલો કરી હતી. જે ધ્યાને લઈ ઔદ્યોગિક ન્યાયપંચના ન્યાયાધીશ એમ.એ. ટેલર દ્વારા એવા તારણ પર આવેલ કે, સંસ્થામાં પાર્ટટાઈમ સ્વીપર તરીકે દૈનિક ૪ કલાકની કામગીરી કરતા હોવાથી શ્રમયોગી સંસ્થામાં કાયમી થવા કોઈ દાદ મેળવવા હકકદાર થતા ન હોય શ્રમયોગીનો રેફરન્સ રદ કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં પી.જી.વી.સી.એલ. તરફે એસ.બી.ગોગિયા લો-ફર્મના ધારાશાસ્ત્રી અનિલ ગોગિયા, પ્રકાશ ગોગિયા, સીન્ધુબેન ગોગિયા, રોહન ગોગિયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application