આ આકરા ઉનાળામાં શરીર અને ગળાને તરસ છીપાવવા માટે કંઈક જોઈતું હોય તો તે એક ઠંડુ અને તાજગી આપતું ઉનાળાનું પીણું છે, જે ફક્ત શરીરને તાજગી જ નહીં આપે પણ થાક પણ દૂર કરે છે. જેમાં લેમન આઈસ્ડ ટી ટોપ પર છે.
લીંબુનું ખાટાપણું, ચાની તાજગી અને બરફની ઠંડક - આ મિશ્રણ ઉનાળા માટે કોઈ વરદાનથી ઓછું નથી. બજારમાં મળતા ઠંડા પીણાં માત્ર મોંઘા જ નથી હોતા પણ તેમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ પણ ભરપૂર હોય છે પરંતુ ઘરે બનાવેલી તાજી લેમન આઈસ્ડ ટી સ્વસ્થ અને સ્વાદિષ્ટ હોય છે. જાણી લો તેને બનાવવાની સરળ રેસીપી.
લેમન આઈસ્ડ ટી બનાવવા માટેની સામગ્રી
૨ કપ પાણી
૧-૨ ટી બેગ અથવા ૨ ચમચી ચાની ભૂકી
૧ લીંબુનો રસ
સ્વાદ માટે ૧-૨ ચમચી મધ અથવા ખાંડ
બરફના ટુકડા (જરૂર મુજબ)
થોડા ફુદીનાના પાન (સજાવટ માટે)
લેમન આઈસ્ડ ટી કેવી રીતે બનાવવી
પાણી ઉકાળો અને તેમાં ચાની ભૂકી અથવા ટી બેગ ઉમેરો. તેને લગભગ ૩-૪ મિનિટ સુધી ઉકળવા દો.
ગેસ બંધ કરો અને પછી તેને થોડું ઠંડુ થવા દો.
ચાને ગાળી લો અને તેમાં લીંબુનો રસ અને મધ/ખાંડ ઉમેરો.
હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો અને તેના પર ચાનું મિશ્રણ રેડો.
ફુદીનાના પાનથી સજાવીને તરત જ પીરસો.
આ ટિપ્સથી તેને વધુ સ્પેશિયલ બનાવો
જો ઈચ્છો તો તેમાં નારંગીના ટુકડા, તુલસીના પાન અથવા આદુનો હળવો સ્પર્શ પણ ઉમેરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ મધને બદલે સ્ટીવિયા અથવા ગોળના પાવડરનો ઉપયોગ કરી શકે છે.
તેને એક સમયે વધુ માત્રામાં બનાવી શકો છો અને તેને રેફ્રિજરેટરમાં 1-2 દિવસ માટે સ્ટોર કરી શકો છો.
લેમન આઈસ્ડ ટી પીવાના ફાયદા
શરીરને તાત્કાલિક ઠંડક આપે છે
એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે
થાક અને ડિહાઇડ્રેશનથી રાહત આપે છે
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ
ત્વચાને તાજગીભરી ચમક પણ આપે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech