રાજકોટમાં જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને તેમના મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરતો એક લેટર વાઇરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના પાર્ટીના શિષ્ટાચાર વિરુદ્ધના કારનામા.
લેટરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જય ભારત સાથ આપ સૌ પાર્ટીના આદરણીય, વફાદાર, કાર્યદક્ષ કાર્યકર્તાને જણાવવાનું કે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી અને હાલમાં સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના કાળા કામોની યાદી સોંપી રહ્યા છીએ. આ પત્ર વાંચી આપ સૌને જાણ થાય કે, પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરનારા ગદ્દારો હાલમાં કેવો ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો કેવો ગેરઉપયોગ કરી રહ્યા છે.
લેટરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજકોટ જિલ્લાની સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા જ તેણે પ્રથમ જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા સાત આંકડામાં વહીવટ કરી કોંગ્રેસી માણસને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવ્યો અને આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ પણ ધવલ દવેને આ કામમાં સાથ સહકાર આપ્યો હતો.
લેટરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ત્યારબાદ આ ચારિત્રહીન ધવલ દવેએ મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ સમાજમાં શોભે નહીં તેવા સંબંધો કેળવ્યા અને તેના શરાબ અને શબાબના શોખ પૂરા પાડવા રાજકોટ જિલ્લાના કાર્યકરોને લોભ લાલચ આપી આવા કાળા કામોમાં સાથ લીધો.
લેટરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હાલમાં ચાલી રહેલ સંગઠન પર્વમાં પાર્ટીએ ધવલ દવેને ચૂંટણી ઇન્ચાર્જની પ્રદેશની જવાબદારી સોંપેલ છે. આ કામમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના મંડળોમાં મંડળ અધ્યક્ષના દાવેદારોને લોભ લાલય આપી આર્થિક વ્યવહારો મોટી માત્રામાં કરેલ છે. જેમાંથી ઘણાને મંડળ અધ્યક્ષમાં પસંદગી પણ થઈ ગઈ હતી અને જેની પસંદગી ના થઈ એ લોકો પોતાના સેટિંગના રૂપિયા પાછા મેળવવા ધવલ દવેનો સંપર્ક કરી રહ્યા છે પણ ધવલ દવે કોઈને મળતો નથી અને હજુ ઘણા લોકોને મહામંત્રી બનવાની પણ લાલચ આપેલ છે. અને આ બધા લોકોને કહેલ કે "સંગઠન મહામંત્રી રત્નાકરજી તમામ મહાનગર જિલ્લામાં મહામંત્રીની પસંદગી બાબતે મને સ્વતંત્ર હવાલો આપેલ છે તેથી જે લોકો મને વફાદાર રહેશે તે જ લોકોને હું મહામંત્રી બનાવીશ એવી કમીટમેન્ટ આપું છું".
લેટરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મંડળના મોટાભાગના પ્રમુખો મહિલા કાર્યકરની ભલામણ વાળા છે. મહિલાઓ દ્વારા ધવલ દવેને જે નામોની ભલામણો કરવામાં આવી હતી તે જ ભલામણ વાળા નામોને ધવલ દવે દ્વારા વોર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
લેટરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજકોટ જિલ્લામાં પ્રવાસ દરમિયાન મોડીરાત્રે મહિલા કાર્યકરોને મેસેજ કરવા કોલ કરવા અને એકાંતમાં મળવા બોલાવીને પાર્ટીની આબરૂ જાય એવા કાળાકારનામાં માટે ધવલ દવે પ્રખ્યાત છે. રાજકોટ જિલ્લાના જ એક મહિલા આગેવાન સાથેનુ કોલ રેકોર્ડિંગ વાયરલ પણ થયેલું અને આ બાબતે ફરિયાદ પણ થયેલી પણ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા એ મામલો શાંત પાડીને બધું દબાવી દીધેલું હતું. જુનાગઢ જિલ્લાના કેશોદના એક મહિલા કાર્યકર સાથે તેના સંબંધો તો જગ જાહેર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ગોકુલ નગરમાં વીજ ધાંધિયા
May 08, 2025 12:14 PMઓપરેશન સિંદૂર પછી વધુ એક્શન લેવાશે! ભારતીય વાયુસેનાને છૂટ આપવામાં આવી
May 08, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech