આ કેસની હકીકત મુજબ રાજકોટમાં વર્ષ 2021માં પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારના 13 વર્ષના તરુણને દિલાવરખાન સુલતાનખાન પઠાણ નામના શખ્સે ક્રિકેટનો દડો લઈ આપવાની લાલચ આપી મેડિકલ કોલેજ પાસે આવેલ સીએલએફના બંધ પડેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો અને જ્યાં તરુણના બંને હાથ બાંધી દીધા હતા અને મોઢા ઉપર ડૂમો આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી, 'જો આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની' ધમકી આપી હતી. બાદમાં ઘરે પરત ફરેલા તરુણે પરિવાર સમક્ષ આપવીતી વર્ણવતા બાળકના પિતાએ પ્ર.નગર પોલીસ મથકમાં દિલાવરખાન સુલતાનખાન પઠાણ વિરુદ્ધ 13 વર્ષના તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી દિલાવરખાન પઠાણની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે 17થી વધારે દસ્તાવેજી પુરાવા રજૂ કરી ભોગ બનનાર, ફરિયાદી, ડોક્ટર અને તપાસ અધિકારી સહિત 13 સાહેદોની જુબાની લેવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને ધ્યાને લઈ બીજા એડિશનલ પોક્સો સ્પેશિયલ જજ પી.જે. તમાકુવાલાએ 13 વર્ષના તરુણને ક્રિકેટનો દડો આપવાની લાલચ આપી બંધ પડેલા ક્વાર્ટરમાં લઇ જઈ હાથ બાંધી મોઢા ઉપર ડૂમો આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી દિલાવરખાન પઠાણને આજીવન કેદની સખત સજા અને રૂ. 25000નો દંડ તેમજ ભોગ બનનારને વિકટીમ કોમ્પેન્શન સ્કીમ મુજબ રૂ.3 લાખની સરકારી સહાયનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન તેમજ મૂળ ફરિયાદી વતી મદદમાં રાજકોટનાં દફતરી લો ચેબર્સના ધારાશાસ્ત્રી ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, પથીકભાઈ દફતરી, નેહાબેન દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદ્રા અને શીવાંગી મજીઠીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech