રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જસદણમાં વીંછિયા બાયપાસ રોડ પર નવા માર્કેટિંગ યાર્ડથી આગળ હાઇવે પરથી દા ભરેલી પીકપવાન ઝડપી લીધી હતી. પોલીસે પીકપ વાહનમાંથી ૬૩૬ બોટલ દા અને ૧૧૨૮ બિયરના ટીન સહિત ૪.૩૦ લાખનો દા– બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દાના આ જથ્થા સાથે પોલીસે ગોંડલમાં રહેતા શખસને પકડી પાડો હતો. જેની પૂછતાછમાં ગોંડલમાં રહેતા અન્ય એક શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસે દા–બિયરનો આ જથ્થો અને વાહન સહિત કુલ પિયા ૯.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, અનિલભાઈ ગુજરાતી અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે જસદણ વીંછિયા બાયપાસ રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ આગળ હાઇવે પરથી એક શંકાસ્પદ અશોક લેલન કંપનીની બડા દોસ્ત કાર નંબર જીજે ૩ બીઝેડ ૦૬૩૫ પોલીસે અટકાવી હતી.
પોલીસે આ વાહનની તલાશી લેતા તેમાંથી દા–બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વાહન ચાલક ઈમ્તિયાઝ કાદરભાઈ મકરાણી (ઉ.વ ૩૨ રહે. વોરાકોટડા રોડ સામે, હત્પડકો, ગોંડલ)ને ઝડપી લીધો હતો. પીકપવાહનમાંથી પોલીસે ૬૩૬ બોટલ દા અને ૧૧૨૮ બિયરના ટીન સહિત કુલ પિયા ૪,૩૦,૮૦૦ નો દા–બિયરનો જથ્થો તેમજ મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ પિયા ૯,૩૫,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે ઝપાયેલા આ શખસની પૂછતાછ કરતા તે દા બોટાદથી લાવ્યો હોવાનું અને આ દા અન્ય આરોપી ગોંડલના મોટી બજારમાં રહેતા ઇમરાન ઉર્ફે ઈંડો શેખાને પહોંચડવાનો હોવાનું તેણે જણાવ્યું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ઇમરાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech