માધવપુરના મેળાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે તેમજ અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ માધવપુર મેળાની ઉજવણીના ભાગપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણી વિવાહ ઉત્સવ અંતર્ગત માધવપુર ઘેડના મેળાની તૈયારી રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીએ માહિતી આપતા જણાવ્યુ કે, તા.૬.૪.૨૦૨૫ ના રોજ સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે માધવપુર ઘેડ મેળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ઉત્તર-પુર્વ રાજ્યોના મહાનુભાવો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવો સુચિત કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે.મેળામાં દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા દરરોજ સાંજે ડાયરાઓ યોજવામાં આવશે તેમજ સ્ટેડિયમ ટાઈપ ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત ઉત્તર-પુર્વના રાજ્યો ૧૬૦૦ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.
આ વર્ષનો મેળો વિશેષ ગૌરવપ રહેશે.વિશાળ સંખ્યામાં કલાકારોની પ્રસ્તુતિને ધ્યાનમાં રાખીને મેળાનું ગ્રાઉન્ડ કાર્યક્રમની અનુપ તૈયાર કરવામાં આવ્યું છે. જે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે,કલેકટર સહિતના અધિકારીઓએ મેળામાં થઈ રહેલી તૈયારી અને ગ્રાઉન્ડની વિશેષતાની માહિતી પણ આપી હતી.માધવપુર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથ ખાતે પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે.પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો શ થઈ ગયા છે.સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે,તા.૨/૪ વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે,તા.૩/૪ અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે,તા.૫/૪ સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
પુર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ
આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફુટબોલ,૧૦૦ મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે.ગુજરાતની સાથે-સાથે મેળામાં પુર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે,શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્નના આયોજનમાં આ વર્ષે ૬/૪ ના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે. ત્યારબાદ તા.૬,૭ અને ૮ એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. તેમજ તા.૯/૪ ના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે અને તા.૧૦/૪ ના રોજ જાન ક્ધયાને લઇને રૂકિમણી મંદિરથી નીકળશે અને સાંજે ૪:૦૦ વાગ્યે માધવરાયજી મંદિર પહોંચશે.આ દિવસે દ્વારકા ખાતે કમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech