દેશભરમાંથી લોકો મહાકુંભ 2025માં પહોંચી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ પણ મહાકુંભમાં જઈ રહ્યા છે. જેમાં ગઈકાલે કેટરિના કૈફ પણ ત્યાં પહોંચી ગઈ હતી. તે તેની સાસુ વીણા કૌશલ સાથે મહાકુંભમાં પહોંચી હતી. અહીં કેટરિના કૈફ ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી. આ દરમિયાન રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી હતી. અભિનેતા અભિષેક બેનર્જી પણ તેમની સાથે જોડાયા હતા. બધાએ સાથે મળીને ગંગા આરતી કરી અને ભજનમાં પણ ભાગ લીધો.
મહાકુંભમાં કેટરિનાનો લુક
આ દરમિયાન કેટરિના કૈફ પીળા રંગના ડ્રેસમાં જોવા મળી હતી. તેણે પથા પર ચૂંદડી ઓઢેલી હતી અને કપાળ પર તિલક કર્યું હતું. રવિના અને રાશા પણ પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. મહાકુંભમાં બધાએ સાથે ભજન ગાયા. બધા લોકો જમીન પર બેસીને માતા ગંગાના ભજન ગાતા જોવા મળ્યા હતા.
કેટરિના કૈફ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. એ પછી તેણે સંગમમાં ડૂબકી લગાવી. મહાકુંભના કેટરિનાના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. આ પહેલા ઘણા સ્ટાર્સ મહાકુંભમાં જઈ ચૂક્યા છે. જેમાં અક્ષય કુમાર, વિક્કી કૌશલ, અંબાણી પરિવાર, હેમા માલિની જેવા સ્ટાર્સે સંગમમાં ડૂબકી લગાવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ છેલ્લે મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મારિયાના પાત્રમાં જોવા મળી હતી. તે ટાઇગર 3 માં પણ જોવા મળી હતી. રવિના ટંડનની પુત્રી રાશા વિશે વાત કરીએ તો તેણીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તે આઝાદ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ ગઈ. જોકે, રાશાનો આઇટમ નંબર ઉઈ અમ્મા ચાર્ટમાં ટોચ પર રહ્યો. તેના ડાન્સ અને એક્સપરેશનની ખૂબ પ્રશંસા થઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech