મલેશિયાના દક્ષિણ રાય જોહોરના સુલતાન અબજોપતિ સુલતાન ઇબ્રાહિમ ઇબ્ની સુલતાન ઇસ્કંદર ગતરોજ દેશના ૧૭માં રાજા બન્યા છે. તેમણે કુઆલાલંપુરના રાષ્ટ્રિ્રયા મહેલ ખાતે સમારોહમાં શપથ લીધા હતા. સુલતાન ઇબ્રાહિમની સંપત્તિમાં સ્થાવર મિલકત, ખાણકામથી લઈને ટેલિકમ્યુનિકેશન્સ અને પામ તેલ સુધીના ઘણા બીઝનેસ શામેલ છે. તેમની પાસે ૩૦૦ થી વધુ લકઝરી કારોનો સંગ્રહ છે, જેમાં એડલ્ફ હિટલર દ્રારા ભેટમાં આપવામાં આવેલી એક કારનો પણ સમાવેશ થાય છે. સુલતાન ઇબ્રાહિમે પહેલા મલેશિયાના જોહોર રાય પર શાસન કયુ હતું, તેમણે હવે દેશના રાજા તરીકે શપથ લીધા છે.
તેમની પાસે ગોલ્ડન અને બ્લુ બોઈંગ ૭૩૭ સહિતના ખાનગી જેટનો કાફલો પણ શામેલ છે. તેમના પરિવારમાં પણ એક ખાનગી સૈન્ય પણ છે. ૧૯૫૭ માં, નવ વંશીય મલય રાય શાસકોએ બ્રિટનથી મલેશિયાની સ્વતંત્રતા મેળવ્યા પછી વિશ્વની એકમાત્ર સિસ્ટમ હેઠળ પાંચ–પાંચ વર્ષ માટે રાજા તરીકે શાશન કયુ છે અને દેશનો કાર્યભાર સંભાળ્યો છે.
મલેશિયામાં ૧૩ રાયો છે, પરંતુ ફકત નવમાં શાહી પરિવારો છે. સુલતાન ઇબ્રાહિમે અલ–સુલતાન અબ્દુલ્લા સુલતાન અહેમદ શાહની જગ્યા લીધી છે, જે રાજા તરીકેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કર્યા પછી તેમના હોમ કિંગડમ પહંગનું નેતૃત્વ કરવા પરત ફર્યા છે. બ્લૂમબર્ગના અંદાજ મુજબ, સુલતાન ઇબ્રાહિમ દેશના સૌથી ધનિક વ્યકિતઓમાંની એક છે, તેના પરિવારની સંપત્તિ ૭.૭ અબજ ડોલર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMમારા પતિ-પુત્રને સાચો ન્યાય મળ્યો -કાજલબેન પરમાર
May 07, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech