લોહાનગરમાં શુક્રવારે રાત્રે ઘર પાસે કચરો ફેંકવા બાબતે થયેલી માથાકૂટમાં પડોશી મહિલા તેનો પુત્ર અને તેની સાથેના શખસએ બે ભાઈઓ ઉપર છરી અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં એલસીબી ઝોન-2ની ટીમે એક શખસને ઝડપી લીધો છે. જયારે હજુ માતા-પુત્ર ફરાર હોય જેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
લોહાનગર મફતિયાપરામાં રહેતા કિશન જીવરાજભાઈ મકવાણાની પત્ની સાથે પડોશી પડોશી ઉષાબેન ઉર્ફે ડોન વેરશીભાઈ પરમારએ ઘર પાસે કચરો નાખવા બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. પતિને છોડાવવા માટે વચ્ચે પડેલા પતિ કિશનભાઇ, તેના પિતા જીવરાજભાઈ અને જીવરાજભાઇ ભાઈ ગોવિંદભાઇ વચ્ચે પડતા ઉષા ઉર્ફે ડોનના દીકરા શનિએ છરી વડે અને પરિચિત કુલદીપ કિરીટભાઈ પરમારએ લોંખડના ચક્કર વાળા પાઇપ સાથે હુમલો કરતા જીવરાજભાઈ અને ગોપાલભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા જયારે કિશનભાઈને સામાન્ય ઇજા થઇ હતી. બનાવમાં પોલીસે કિશન જીવરાજભાઈ મકવાણાની ફરિયાદ પરથી ઉષા ઉર્ફે ડોન, તેણીઓ દીકરો શની અને પરિચિત કુલદીપ કિરીટભાઈ પરમાર સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ ગંભીર બનાવમાં આરોપીઓને તાકીદે પકડી પાડવા એલસીબી ઝોન-2ના ડીસીપી જગદીશ બાંગરવાએ સૂચના આપી હોય જેના પગલે એલસીબી ઝોન-2ની જુદી જુદી ટિમ બનાવી ગુનામાં સંડોવાયેલા કુલદીપ પરમારને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે હજુ ઉષા ઉર્ફે ડોન અને તેનો દીકરો શની ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી એએસઆઇ. જે.વી. ગોહિલ, એએસઆઇ. આર.એન. મિયાત્રા, તથા પો.હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, શક્તિસિંહ ગોહિલ,ધર્મરાજસિંહ ઝાલા, પો.કોન્સ. કુલદીપસિંહ રાણા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લામાં માવઠાની માર: પાકને નુકશાનની ભીતિ
May 06, 2025 01:38 PMઆતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી
May 06, 2025 01:36 PMક્રેડીટ બુલ્સ કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના બે કરોડ ફસાયા.....?
May 06, 2025 01:23 PMલાલપુરમાં ૫૨.૪૬ લાખના શરાબના જથ્થા પર બુલડોઝર
May 06, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech