ગણતરીની કલાકોમાં પોલીસે વેઢલા, રોકડ, બાઇક અને મોબાઇલ સાથે પકડી લીધો
લાલપુર ગુજરી બજાર પાસે એક મહિલાના કાનમાંથી સોનાના વેઢલા ખેચીને ભાગી ગયેલા શખ્સને ગણતરીની કલાકોમાં સ્થાનીક પોલીસે પકડી પાડયો છે, વેઢલા, રોકડ, મોબાઇલ અને બાઇક કબ્જે કર્યુ છે.
3 દિવસ પહેલા લાલપુર શાક માર્કેટ નજીક ગુજરી બજારમાં ખરીદી કરવા આવેલ એક મહિલાના કાનમાં પહેરેલા સોનાના વેઢલા ખેચીને એક અજાણ્યો શખ્સ નાશી ગયો હતો જે અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી.
લાલપુર પીઆઇ કે.એલ. ગળચરના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવીને તપાસ આદરી હતી, પીએસઆઇ એસ.પી. ગોહીલ, એએસઆઇ ડી.સી. ગોહીલ સહિતના પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન હેડ કોન્સ. ટીનુભા જાડેજા તથા પ્રવિણ બડીયાવદરાને મળેલ બાતમી આધારે ગજણા ગામ તરફથી એક ઇસમ મોટરસાયકલ નં. જીજે10સીએફ-1138માં નીકળતા તેને પકડી પાડી પુછપરછ કરી હતી.
આરોપી ગજણા ગામના ઇમ્તીયાઝ હમીર હમીરાણી (ઉ.વ.29) ને પકડી તેની પાસેથી 7250ની રોકડ, મોટરસાયકલ, મોબાઇલ અને સોનાનો વેઢલો કબ્જે કરી ચિલઝડપનો ગુનો ડીટેકટ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech