પોરબંદરમાં ૭૦ લાખની લેતીદેતી પ્રશ્ર્ને એક મહિલાના પરિવારજનોના અપહરણ અને સૂરજપેલેસ બંગલે ગોંધી રાખવાના ગુન્હામાં હિરલબા જાડેજાની રીમાન્ડ દરમિયાન તબીયત લથડતા સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ તેઓ સ્વસ્થ થતા પોલીસે પુન: કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. જેમાં પોલીસે આપેલી ચોંકાવનારી વિગત પ્રમાણે મંડળી બનાવવાના બહાને અનેક ગરીબોના ડોકયુમેન્ટ લઇને ખોલેલા બેન્ક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેકશન મળ્યાનું પોલીસે જાહેર કર્યુ છે તે ઉપરાંત ૧૦૦ જેટલા મિલ્કતના દસ્તાવેજ પણ મળી આવતા પોલીસે ખૂબજ ઉંડાણથી તપાસ હાથ ધરી છે.
મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ફેસબુક, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને ૭૦ લાખ પિયાની લેતી-દેતી પ્રશ્ર્ને તેના પતિ, પિતા અને પુત્રનું હિરલબા જાડેજાએ અપહરણ કરાવીને તેમના સુરજપેલેસ બંગલે ગોંધી રાખ્યાનું જણાવ્યુ હતુ આથી પોલીસે આ બનાવમાં ઉંડાણથી તપાસ હાથ ધર્યા બાદ અંતે હિરલબા જાડેજા તથા તેના બે સાગરિતો હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા સામે અપહરણ, બંગલામાં ગોંધી રાખીને માર મારવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી તથા તેમના બંને સાગરિતો સામે પોલીસે રીમાન્ડની તજવીજ હાથ ધરી હતી જેમાં એક શખ્શના ચાર દિવસના રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડી હવાલે થયો હતો તો બીજાના રીમાન્ડ નામંજૂર થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
હિરલબાના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર
આ બનાવમાં હિરલબા જાડેજાના શઆતમાં બે દિવસના રીમાન્ડ મંજૂર થયા બાદ તેઓ બિમાર પડી ગયા હતા અને બે વખત પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લવાયા બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટ લઇ જવાયા હતા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને આવ્યા બાદ પોલીસે તેના ફર્ધર રીમાન્ડ માંગ્યા હતા.જેમાં મહત્વનો મુદ્ો એ હતા અગાઉના બે દિવસના રીમાન્ડ દરમિયાન તેમની તબિયત ખરાબ થઇ હોવાથી પોલીસને પૂછપરછનો સમય મળ્યો નથી તેથી વધુ રીમાન્ડની જરિયાત છે તેમ જણાવતા તા. ૯-૫ સુધીના એટલે કે ત્રણ દિવસના વધુ રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
ડી.વાય.એસ.પી.એ આપી ચોંકાવનારી માહિતી
પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે આ કેસમાં ઉંડાણથી તપાસ કરી રહેલા ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ કેટલીક ચોંકાવનારી માહિતી પત્રકારોને આપી હતી.
શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ મળ્યા
ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ જણાવ્યુ હતુ કે જે તે સમયે ગુન્હો દાખલ થયા બાદ પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી જેમાં સુરજ પેલેસ બંગલા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ તે સમયે શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ મળી આવતા તપાસ થઇ રહી છે જેમાં અનેક રકમના શંકાસ્પદ વ્યવહારો થયા છે જેમાં આ બેન્ક એકાઉન્ટ ગરીબોના હોવાનું જાણવા મળ્યુ છે અને જરિયાતમંદ એવા આ ગરીબોને મંડળી બનાવવાના બહાને તેમના દસ્તાવેજો મેળવીને બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અને એ.ટી.એમ. કાર્ડ, ડેબીટકાર્ડ, પાસબુકથી માંડીને અનેક દસ્તાવેજો કબ્જે થયા છે જેમાં ગરીબોના નામના એકાઉન્ટનો બીજી રીતે ઉપયોગ થઇ રહ્યો હોવાનું જણાતા પોલીસે ખૂબજ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
મુદામાલ રીકવર કરવાનો બાકી
હિરલબા જાડેજાના બંગલે તપાસ કરી ત્યારે ફરિયાદમાં જણાવ્યા મુજબનો મુદામાલ રિકવર કરવાની કાર્યવાહી થઇ હતી જેમાં અમુક ચેક રીકવર કરવાના બાકી હોવાનું જાણવા મળ્યુ છે.
૧૦૦થી વધુ મિલ્કતના દસ્તાવેજ
ડી.વાય.એસ.પી.એ જણાવ્યુ હતુ કે સૂરજપેલેસ બંગલા ખાતેથી જુદી જુદી મિલ્કતોના ૧૦૦થી વધુ દસ્તાવેજ મળી આવ્યા છે તેથી આ દસ્તાવેજો લોકોએ હિરલબાને શું કામ આપ્યા? તથા વ્યાજના વિષચક્રની વાત છે કે કેમ? તે અંગેની માહિતી ઉંડાણથી મેળવવા માટે પોલીસે તમામ દસ્તાવેજ ધારકોના નિવેદનની તજવીજ હાથ ધરી છે.
અન્ય કોઇ શખ્શોની સંડોવણીની તપાસ
આ ગુન્હાહિત કાવતરામાં પહેલેથી છેલ્લે સુધી હિરલબા જાડેજાના સાથ અને સપોર્ટમાં અન્ય કોણ કોણ શખ્શો સંડોવાયેલા છે તે અંગેની પણ પોલીસે ઉંડાણથી તપાસ હાથ ધરી હોવાનું ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ જણાવ્યુ હતુ અને સ્વાભાવિક રીતે જ આટલા મોટા વહીવટમાં એકલદોકલ વ્યક્તિ નહી પરંતુ મોટી માત્રામાં લોકોની જરિયાત હોય છે તેથી ગરીબોના બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને મિલ્કતોના દસ્તાવેજ મેળવવા સુધીના કિસ્સામાં ઉંડાણથી તપાસ કરીને જેટલા લોકો સંડોવાયેલા હશે તેવા તમામ સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech