રાષ્ટ્રપતિ મુર્મુ
ભારતએ એક એવા આઇકોન ગુમાવ્યા જે કોર્પોરેટ વૃદ્ધિ, રાષ્ટ્ર નિમર્ણિ અને નૈતિકતા સાથે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું છે. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા રતન જાતાએ જાતા જૂથના વારસાને આગળ વધાર્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી
તાતા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે તાતા ગ્રૂપ્ને સતત નેતૃત્વ પૂરું પાડ્યું, જે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એક છે.
રાહુલ ગાંધી
રતન તાતા દૂરદર્શી માણસ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને જાતા સમુદાય પ્રત્યે હું સંવેદના અનુભવું છું.
તાતાના ચેરમેન એન. ચંદ્રશેખરન
અમે ભારે ખોટની લાગણી સાથે રતન તાતાને વિદાય આપી રહ્યા છીએ. જાતા જૂથના લોકો માટે તે એક ચેરપર્સન કરતાં વધુ હતા. મારા માટે તેઓ ગુરુ, માર્ગદર્શક અને મિત્ર હતા.
મુકેશ અંબાણી
ભારત માટે આ ખૂબ જ દુ:ખદ દિવસ છે. રતન તાતાની વિદાય માત્ર તાતા ગ્રુપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. અંગત રીતે રતન તાતાના નિધનથી મને ખૂબ જ દુ:ખ છે, કારણકે મેં એક મિત્ર ગુમાવ્યો છે.
ગૌતમ અદાણી
ભારતે એક મહાન અને સ્વપ્નદ્રષ્ટા માણસ ગુમાવ્યો છે. તાતાએ આધુનિક ભારતના માર્ગને ફરીથી વ્યાખ્યાયિત કર્યો. તાતા માત્ર એક બિઝનેસ લીડર ન હતા. તેમણે કરુણા સાથે ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી.
આનંદ મહિન્દ્રા
હું રતન તાતાની ગેરહાજરી સ્વીકારવા સક્ષમ નથી. રતન તાતાને ક્યારેય ભૂલી નહી શકાય, કારણકે મહાન માણસો ક્યારેય મરતા નથી.
સુંદર પિચાઈ
રતન તાતા સાથેની મારી છેલ્લી મુલાકાત દરમિયાન તેમનું વિઝન સાંભળવું મારા માટે પ્રેરણાદાયક હતું. તે પોતાની પાછળ એક અસાધારણ બિઝનેસ વારસો છોડી ગયા છે. તેમણે ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપ્ના માર્ગદર્શન અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રતન તાતાનું નિધન દેશ અને મહારાષ્ટ્ર માટે ખોટ છે. તેઓ ઉદારતા, માનવતા અને વિશ્વાસના પ્રતિક સમાન હતા. જાતાનું નિધન દેશ અને મહારાષ્ટ્ર માટે ખોટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech