જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિરોધ ઈસ્લામાબાદ પહોંચતા સુધીમાં હિંસક બની ગયો છે. ઈમરાન સમર્થકો સાથેની અથડામણમાં છ સુરક્ષાકર્મીઓના જીવ ગયા અને 100થી વધુ ઘાયલ થયા. પાકિસ્તાનની કેન્દ્ર સરકારે રાજધાની ઈસ્લામાબાદમાં પોતાની સેના તૈનાત કરી છે. ઈમરાન સમર્થકોને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ ઈમરાન ખાનના સમર્થકો ઈસ્લામાબાદના કેન્દ્રમાં પહોંચી ગયા છે.
દેખાવકારો ડી ચોક પહોંચ્યા
જિયો ન્યૂઝ અનુસાર ઈમરાન ખાનના સમર્થકો ડી ચોક પહોંચી ગયા છે. ડી ચોક ઇસ્લામાબાદનો ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે. તેની આસપાસ રાષ્ટ્રપતિ ભવન, પીએમ ઓફિસ, સુપ્રીમ કોર્ટ અને સંસદ ભવન આવેલું છે. ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી ઈમરાન ખાન મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ ઈસ્લામાબાદમાં જ રહેશે.
બુશરા બીબીએ સમર્થકોને સંબોધિત કર્યા
ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ સમર્થકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈમરાન ખાન પોતે અહીં આવીને આગળની રણનીતિ જાહેર ન કરે ત્યાં સુધી તેઓ અહીંથી ન હટે.
ગૃહમંત્રીએ કર્યો મોટો દાવો
ગૃહમંત્રી મોહસિન નકવીએ દાવો કર્યો કે કોઈને પણ ડી-ચોક સુધી પહોંચવા દેવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે સરકારે પીટીઆઈ નેતાઓને દરેક સંભવ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech