વીંછિયા તાલુકાના અજમેર ગામની સીમમાં અડીસીકી સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં વીંછિયા પોલીસે દરોડો પાડી અહીં તુવેરની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપી પાડું હતું. પોલીસે અહીંથી નાના મોટા લીલા ગાંજાના ૨૪ છોડ,અને સુકા ગાંજાના છોડ કબજે કર્યા હતા જેનું વજન ૫૫.૫૮૦ કિલોગ્રામ હોય પોલીસે પિયા ૫,૫૫,૮૦૦ ની કિંમતનો ગાંજાનો આ જથ્થો કબજે કરી વાડી માલિક વિદ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી આ પ્રકારે અગાઉ પણ ખેતરમાં ગાંજાનું વાવેતર કયુ હતું કે કેમ? તેમજ આ ગાંજો તે કોને વેચવાનો હતો? સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.રાવને એવી બાતમી મળી હતી કે, અહીં અજમેર ગામની સીમમાં વનરાજ ગંજેળીયા નામના શખસે પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કયુ છે જેથી આ બાતમીના આધારે વીંછિયા પોલીસની ટીમે અહીં અજમેર ગામની સીમમાં અડીસીકી સીમ વિસ્તારમાં આવેલ વનરાજ ગંજેળીયાની વાડીએ દરોડો પાડો હતો.
પોલીસે અહીં તપાસ કરતા વાડીમાં તુવેરના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કયુ હોવાનું ધ્યાન આવ્યું હતું. પોલીસે અહીંથી નાના મોટા ગાંજાના લીલાછોડ નગં ૨૪ તથા સુકા ગાંજાના જોડ છોડનો જથ્થો સહિત કુલ પિયા ૫, ૫૫,૮૦૦ ની કિંમત નો ૫૫ કિલો ૫૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો અહીંથી કબજે કર્યેા હતો. ત્યારબાદ આ મામલે વીંછિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પલાળીયાની ફરિયાદ પરથી પોલીસે અહીં ખેતરમાં તુવેરના પાકની કાળમાં ગાંજાનું વાવેતર કરનાર વનરાજ ભુપતભાઈ ગંજેળિયા(ઉ.વ ૩૩ રહે. અજમેર ગામની સીમ તા.વીંછિયા) વિદ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીએ અહીં પ્રથમ વખત જ ગાંજાનું વાવેતર કયુ હતું કે કેમ? તેમજ તે આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો સહિતની બાબતો અંગે હવે આટકોટ પોલીસ મથકના પીએસઆઇ આર.એસ.સાકરીયા તપાસ ચલાવશે. આ કામગીરીમાં વીંછિયા પોલીસ મથકના પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પાલાળીયા, પ્રકાશભાઈ ડાંગર, પ્રકાશભાઈ કુકડીયા, અશોકભાઈ સોસા, મહેશભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ અમિતભાઈ સુ, જીેશભાઈ કુકડીયા, સુરેશભાઈ મીઠાપરા અને પ્રવીણભાઈ વાસાણી સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech