રાજકોટ શહેરને તો રસ્તે રખડતા ઢોરના ત્રાસથી મહદ અંશે મુકિત મળી ગઇ છે અને હવે ભાગ્યે જ શહેરના કોઈ મુખ્યમાર્ગેા ઉપર રખડતા ઢોર નજરે પડે છે, બીજીબાજુ પશુપાલકોના ઢોરને મહાનગરપાલિકા દ્રારા શહેરની ભાગોળેની જે એનિમલ હોસ્ટેલ્સમાં રાખવામાં આવી રહ્યા છે ત્યાં આગળ અપરંપાર અસુવિધાઓને કારણે હાલ ચોમાસાની ઋતુઓમાં પશુઓની હાલત માઠી થઇ ગઇ છે. દરમિયાન તાજેતરમાં પશુપાલકોએ મવડી– કણકોટની એનિમલ હોસ્ટેલના વીડિયો સોશયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા જેમાં બેફામ ગંદકી વચ્ચે ભાંભરડા નાખતા અબોલ જીવો દ્રશ્યમાન થયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું તેમજ અબોલ જીવો ભાંભરડા નાખી રહ્યા હોવાનું માલુમ પડતા ભરવાડ સમાજના પ્રમુખ ભીખાભાઇ પડસાળીયા, રણજીતભાઇ મુંધવા, જીલેશભાઇ ટોટા, અજયભાઇ મુંધવા સહિતના માલધારી આગેવાનોએ એનિમલ હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા ત્યારે ત્યાં આગળ અબોલ જીવોને વેઠવી પડતી યાતનાઓ નિહાળી તેઓ દ્રવી ઉઠા હતા અને મવડી–કણકોટની એનિમલ હોસ્ટેલની દુર્દશાના વીડિયો પણ વોટસ એપ સહિતના સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતા. માલધારી આગેવાનોએ ઉપરોકત મામલે તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા મહાનગરપાલિકામાં રજુઆત કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ એનિમલ હોસ્ટેલની સાઈટ વિઝીટ કરી તાત્કાલિક ધોરણે પ્રશ્નો ઉકેલે તેવી પ્રબળ માંગણી પશુપાલકોમાંથી ઉઠવા પામી છે
માખી-મચ્છરના અસહ્ય ઉપદ્રવથી યાતના
મવડી-કણકોટની એનિમલ હોસ્ટેલમાં બેફામ ગંદકી તેમજ હાલ ચોમાસામાં વરસાદના કારણે ગારો-કિચડ સર્જાતાં માખી અને મચ્છરનો બેફામ ઉપદ્રવ થયો છે જેના કારણે મૂંગા જીવો શાંતિથી બેસી કે ઉભા પણ રહી શકતા નથી. સમગ્ર શહેરમાં ચાલતી સ્વચ્છતા ઝુંબેશની અહીં કોઇ જ અસર નથી.
અવેડામાં લીલ-સેવાળ, પોરા અને જીવાતો
મવડી-કણકોટની એનિમલ હોસ્ટેલમાં પશુઓને પાણી પીવા માટેનો અવેડો મહિનાઓથી સાફ કરાયો ન હોય તેમાં અંદર અને બહાર લીલ- સેવાળ જામી ગયા છે અને પાણીમાં પોરા તેમજ જીવાતો તરતી હોય પશુઓ પેટ ભરીને પૂરું પાણી પણ પી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech