મીડિયા મોગલ પર્ટ મર્ડેાકે કેલિફોર્નિયામાં તેમના વાઇનયાર્ડમાં પાંચમી વખત લગ્ન કર્યા છે. આસ્ટ્રેલિયન અબજોપતિએ શનિવારે કેલિફોર્નિયામાં ૬૭ વર્ષીય એલેના ઝુકોવા સાથે લગ્ન કયા. ફોકસ ન્યૂઝ અને ન્યૂઝ કોર્પ જેવી વિશાળ મીડિયા કંપનીઓના માલિક મર્ડેાક આ પહેલા ચાર વખત લગ્ન કરી ચૂકયા છે. અબજોપતિ મર્ડેાકને છ બાળકો છે.
મર્ડેાકની માલિકીની ધ સને લગ્ન પછી તેમની પત્ની સાથેના તેમના ફોટોગ્રાસ જાહેર કર્યા છે. મર્ડેાકે દાયકાઓ સુધી ફોકસ કોર્પેારેશન અને ન્યૂઝ કોર્પનું નેતૃત્વ કર્યું. બંને કંપનીઓના આઉટલેટસમાં વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યૂ યોર્ક પોસ્ટ અને ફોકસ ન્યૂઝનો સમાવેશ થાય છે.મર્ડેાકે નવેમ્બર ૨૦૨૩માં બંને કંપનીઓના ચેરમેન પદેથી રાજીનામું આપવાની અને તેમના પુત્ર લચલાનને બાગડોર સોંપવાની જાહેરાત કરી હતી. જો કે, તેમણે કહ્યું કે તેઓ ન્યૂઝ કોર્પમાં સક્રિય ભૂમિકા ચાલુ રાખશે અને હજુ પણ બંને કંપનીઓના ચેરમેન એમેરિટસ તરીકે સેવા આપશે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસ અનુસાર, મર્ડેાક ૯.૭૭ બિલિયનની નેટવર્થના માલિક છે.
મર્ડેાકની પત્ની એલેના કોણ છે?
એક અહેવાલ અનુસાર મર્ડેાકે ગયા ઉનાળામાં ઝુકોવાને ડેટ કરવાનું શરૂ કયુ હતું. બંનેએ આ વર્ષે માર્ચમાં તેમની સગાઈની જાહેરાત કરી હતી. એલેના ઝુકોવા, ૬૭, રશિયન–યહુદી મોલેકયુલર બાયોલોજીસ્ટ છે. ૧૯૯૧માં, તે રશિયા છોડીને અમેરિકા આવી. ઝુકોવા પ્રખ્યાત આર્ટ કલેકટર દશા ઝુકોવાની માતા છે, જેમના રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચ સાથેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. અબ્રામોવિચ પ્રીમિયર લીગ ફૂટબોલ કલબ ચેલ્સીના માલિક હતા. દશા અને અબ્રામોવિચે ૨૦૧૭ માં છૂટાછેડા લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech