અમેરિકાના અલાસ્કાથી એક વિમાન નોમ શહેર જઈ રહેલું વિમાન ગુમ થઈ ગયા બાદ હવે વિમાનનો કાટમાળ દરિયાઈ બરફ પર મળી આવ્યો છે. વિમાન બરફ પર ક્રેશ થયું હતું અને તેમાં સવાર તમામ 10 લોકોના મોત થયા.માર્યા ગયેલાઓમાં 9 મુસાફરો હતા અને એક પાયલોટ. આ ઘટના વિશે માહિતી આપતાં, યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઈક સાલેર્નોએ જણાવ્યું હતું કે બચાવ ટીમ હેલિકોપ્ટર દ્વારા ગુમ થયેલા વિમાનની સતત શોધ કરી રહી હતી, ત્યારબાદ શોધ ટીમને સમુદ્રી બરફ પર વિમાનનો કાટમાળ મળ્યો. જ્યારે બે તરવૈયાઓને નીચે ઉતારીને તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે પાઇલટ સહિત વિમાનમાં સવાર તમામ નવ મુસાફરોનું મૃત્યુ થયું હતું.
અલાસ્કાના જાહેર સલામતી વિભાગે જણાવ્યું હતું કે બેરિંગ એર સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ વિમાન ગુરુવારે બપોરે ઉનાલકલીટથી નવ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. અલાસ્કાના પશ્ચિમી મુખ્ય શહેર નજીક વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પછી, તે જ વિસ્તારમાં બચાવ ટીમ દ્વારા વિમાનને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. વિમાનનો કાટમાળ થોડા કલાકોમાં જ મળી આવ્યો.
અમેરિકામાં આઠ દિવસમાં ત્રીજી મોટી વિમાન દુર્ઘટના
અલાસ્કા સ્ટેટ ટ્રુપર લેફ્ટનન્ટ બેન એન્ડ્રેસે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર બધા લોકો પુખ્ત વયના હતા અને વિમાને રાબેતા મુજબ સમયસર ઉડાન ભરી હતી. છેલ્લા આઠ દિવસમાં અમેરિકામાં આ ત્રીજો મોટો વિમાન અકસ્માત છે. આ પહેલા, એક પેસેન્જર જેટ અને બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે હવામાં અથડાયા હતા, જેમાં 67 લોકો માર્યા ગયા હતા. થોડા દિવસો પહેલા અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પણ એક વિમાન દુર્ઘટના ઘટી હતી. ફિલાડેલ્ફિયામાં એક મેડેવેક જેટ ક્રેશ થયું, જેમાં સાત લોકો માયર્િ ગયા.
ઘટના કેવી રીતે બની?
જ્યારે વિમાન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે હવામાન ખરાબ હતું; હળવી બરફવર્ષા અને ધુમ્મસ પણ હતું. વ્હાઇટ માઉન્ટેન ફાયર ચીફ જેક એડમ્સના જણાવ્યા અનુસાર, વિમાન નોમ અને ટોપકોકના દરિયાકાંઠા વચ્ચે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech