અત્યાર સુધી ચીનના સમર્થક રહેલા માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ હવે તેને જોરદાર આંચકો આપ્યો છે. તેઓએ ચીન પાસેથી મહત્વનો પ્રોજેક્ટ છીનવીને ભારતને સોપી દીધો છે.મોહમ્મદ મુઈઝુએ ચીનને આપેલો સૌથી મોટો પ્રોજેક્ટ રદ કર્યો અને ભારતને સોંપી દીધો છે.માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ હાલમાં ભારતમાં છે. ભારતની મુલાકાત દરમિયાન તેમનું વલણ બદલાઈ ગયું. હવે તેઓ ભારત વિરુદ્ધ નહીં પરંતુ ચીન વિરુદ્ધ પગલાં લઈ રહ્યા છે. તેણે એક મોટો નિર્ણય લીધો છે. મુઈઝુએ માલદીવમાં લામુ ગધુ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ પર ચીની કંપ્ની સાથે કરેલા કરારને સમાપ્ત કરીને તેને ભારતને સોંપી દીધો છે.
લામુ ગધુ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનો પહેલો કોન્ટ્રાક્ટ ચીનની કંપ્નીને આપવામાં આવ્યો હતો. માલદીવ સરકારે ચીનની સીએએમસીઈ કંપ્ની લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કયર્િ હતા. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટને લઈને ચીની કંપ્ની ઘણી આળસુ હતી અને કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. મુઈજ્જુ આનાથી નારાજ થયા અને ભારત સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવાની યોજના બનાવી તેનો અમલ પણ શરુ કરી દીધો.
મુઈઝુ ભારતમાં તાજમહેલની સુંદરતાથી પ્રભાવિત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ અને પ્રથમ મહિલા સાજીદા મોહમ્મદે ઐતિહાસિક તાજમહેલની મુલાકાત લીધી હતી અને 17મી સદીના આ અદ્ભુત સ્થાપત્યનું વર્ણન કરવા માટે શબ્દોની ખોટ હતી. ચાર દિવસની દ્વિપક્ષીય મુલાકાતે ભારત આવેલા મુઈઝુએ વિઝિટર બુકમાં લખ્યું છે કે, આ કબરની સુંદરતાનું વર્ણન કરવું મુશ્કેલ છે. આ મંત્રમુગ્ધ ધરાવતો વારસો ઉત્કૃષ્ટ પ્રેમ અને સ્થાપત્યનો પુરાવો છે.
મુઈઝુને ચીન તરફી માનવામાં આવે છે. તેમણે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારત વિરોધી એજન્ડાને પણ પ્રોત્સાહન આપ્યું હતું.
તેણે ઈન્ડિયા આઉટ અભિયાન શરૂ કર્યું હતું, જોકે હવે તેનું વલણ બદલાઈ ગયું છે. પ્રવાસન ઉદ્યોગમાં સતત નુકસાનને કારણે તેઓ સમજી ગયા છે કે ભારત સાથેના સંબંધો બગાડવાથી તેમને અને તેમના દેશને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લામુ ગધુ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ પર સમજૂતી ભારત માટે મોટી રાજદ્વારી સફળતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech