મોરબી: તને કોની હવા છે? કહીં યુવાન પર પાડોશી સહિત ત્રણનો છરીી હુમલો

  • May 04, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન પર પાડોશમાં રહેતા શખસ સહિતનાઓએ હુમલો કરી તેને છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ગાળો બોલવા બાબતે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે થાનગઢમાં પણ ગાળો બોલવા બાબતે યુવાન પર ત્રણ શખસોએ ધારીયા અને પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા અમિત સુરેશભાઈ ઝંઝવાડીયા (ઉ.વ ૨૧) નામનો કોળી યુવાન ગઈકાલ સાંજના ભવાની બેકરી પાસે હતો ત્યારે તેના પાડોશમાં રહેતા ભરત સતવારા તા હેમંત અને રાજાએ તેની સો ઝઘડો કરી યુવાન પર છરી વડે હુમલો કરી દીધો હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા પ્રમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાડોશી શખસ ગાળો આપી રહ્યો હોય તેને ગાળો આપવાની ના કહેતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય બનાવમાં ાનગઢના નવાગામ રામજી મંદિર પાસે રહેતો ચંદુ મનાભાઈ મીઠાપરા (ઉ.વ ૩૦) નામના કોળી યુવાનને ગઈકાલ સાંજના સમયે કાનપરમાં સુરજ કાળું અને દેવાએ તને કોની હવા છે? તેમ કહી ગાળો આપી હતી જેી યુવાને ગાળો આપવાની ના કહેતા આ શખસોએ યુવાન પર પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application