પોરંદરમાં ૨૫૦થી વધુ બંધ સ્ટ્રીટલાઇટના સમારકામ કરવા સહિત અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.
૨૫૦ સ્ટ્રીટલાઇટ થઇ ઝળહળતી
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર(પી)ની સુચનાથી ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા કડીયાપ્લોટ, મીલપરા, ભોજેશ્ર્વરપ્લોટ, રાવલીયાપ્લોટ નરસંગ ટેકરી, રાંધાવાવ, કમલાબાગ, ઝુરીબાગ લાલ પેલેસ, ખારવાવાડ, જાવર જેવા અનેક વિસ્તારોમાં કુલ ૮૫ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત છાયા તથા ધનલક્ષ્મી એરપોર્ટ વિસ્તાર, ખાખચોક, ઠકકર પ્લોટ, દરિયા રોડ, બોખીરા, જ્યુબેલી ભઠ્ઠી વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં ૬૧ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
તે ઉપરાંત છાયા, વાડીપ્લોટ, ખીજડીપ્લોટ,ખાપટ, બોખીરા, ઇન્દીરાનગર, મેમણવાડ, ઠકકર પ્લોટ, ગાયવાડી, સાંઇબાબા મંદિર વિસ્તાર, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૯૮ સ્ટ્રીટલાઇટોનું સમારકામ કરવમાં આવેલ છે.
પાઇપલાઇન અને ડંકીના સમારકામ
વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં રાજીવનગર, ભીમેશ્ર્વર મહાદેવ મંદિર-છાયા, ભાટીયાબજાર જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેજ ખાપટ આસોપાલવ સોસાયટી વિસ્તારમાં વાલ્વ રીપેરીંગ અને બોખીરા બસ સ્ટેન્ડ પાછળ ડંકી રીપેરીંગની કામગીરી કરવામં આવેલ છે. આ ઉપરાંત ખાખચોક, કમલાબાગ, વસુંધરા એપાર્ટમેન્ટ, બીરલા રોડ, માધવ પાર્ક, આરાધના સોસાયટી, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન તેમજ છાયા, દરબારગઢ અને ઇન્દીરાનગર વિસ્તારમાં પાણીના ટાંકાની સફાઇની કામગીરી કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧ થી ૧૩માં ખાપટ મેઇન રોડ નવુ કનેકશન આપેલ તેમજ કુંભારવાડા શેરી નં.-૯, નવાપરા, ખાપટ, ખારવાવાડ, ભોવાન વંડી, ડ્રીમલેન્ડ સિનેમા નજીક જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
બાગબગીચા અને ફૂવારાની સફાઇ
ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલા નેહપાર્ક, રાણીબાગ,નાગાર્જુન સીસોદીયાપાર્ક, વાડીપ્લોટ શાકમાર્કેટ જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ લીમડાચોક બસ સ્ટેન્ડ નજીક વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
ઉપરાંત ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલા નહેપાર્ક, વનાળા ગાર્ડન, રાણીબા, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સિસોદીયાપાર્ક, હાર્મની ફુવારા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે. અને મહરાણા નટવરસિંહજી બાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ અને પેરેડાઇઝ ફૂવારા ડીશ તેમજ બ્યુટીફિકેશન ફુવારાની સફાઇ તેમજ ભોજેશ્ર્વરપ્લોટ રહેણાંક મકાન નજીક વૃક્ષની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech