પોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ

  • May 15, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ બન્યુ છ અને શહેરીજનો દ્વારા થતી ફરિયાદોના નિરાકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સ્ટ્રીટલાઇટના સમારકામની કાર્યવાહી
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની સૂચનાથી ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા કડીયાપ્લોટ, મીલપરા, વાઘેશ્ર્વરીપ્લોટ, વાડીપ્લોટ, નરસંગ ટેકરી, ધરમપુર લક્ષ્મીનગર, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૯૦ સ્ટ્રીટલાઇટોનું  રીપેરીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત  છાયા તથા કડીયાપ્લોટ , રાવલિયાપ્લોટ, અવિનાશ સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, પુનિતનગર પોલીટેકનિક વિસ્તાર, કમલાબાગ, ખાપટ, કોળીવાડ, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં  કુલ ૮૯ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
પાણીની પાઇપલાઇનના સમારકામ
વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં શહીદચોક ખાપટ-બોખીરા રોડ, કૃષ્ણપાર્ક જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનના રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે. વોટર વર્કસ વિભાગ દ્વારા સુપરવિઝન કરવામાં આવેલ જેમાં રામનાથ સોસાયટી, નવાપરા, છાયા, ખાપટ, આરાધના  સોસાયટી, શિવપાર્ક, ગુરુકુલ સ્કૂલનજીક, જુની એસ.એસ.સી. ફેકટરી જેવા અનેક વિસ્તારમાં વાલ્વ રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
ટ્રીમીંગ અને ગાર્ડન સફાઇ
ગાર્ડન વિભાગ દ્વારા ‚પાળીબાગ, કમલાનેહ‚ પાર્ક, રાણીબાગ, નાગાર્જુન સીસોદીયા પાર્ક, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ યુગાન્ડા રોડ વૃક્ષોની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. ઉપરાંત ‚પાળીબાગ, કમલા નેહ‚ પાર્ક, રાણીબાગ, નાગાર્જુન સીસોદીયા પાર્ક, ચોપાટી વિલા  ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ, ખીજડીપ્લોટ જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ એસ.વી.પી. રોડ વૃક્ષોની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News