જામનગરના એસટી બસ સ્ટેશન ખાતે નેશનલ રોડ સેફટી મંથ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાગીય નિયામક,આરટીઓ અધિકારીઓ,ડીવાયએસપી, ટ્રાફિક પીઆઈ,તેમજ ટ્રાફિકની સમગ્ર ટીમ સાથે કાર્યક્રમનું શુભારંભ થયું હતું.તેમજ આ કાર્યક્રમમાં અકસ્માત નિવારણ માટે માટે અધિકારીઓ દ્વારા સૌ લોકોને અવગત કરેલ હતા.તેમજ નિલ અકસ્માત ધરાવતા ડ્રાઈવરોનું સન્માન કરાયું હતું.
જામનગર એસટી ડેપો ખાતે તા.૧૬-૧-૨૦૨૫ ગુરૂવારના રોજ વિભાગીય નિયામક બી.સી.જાડેજા,આરટીઓ કે.કે.ઉપાધ્યાય, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આરટીઓ ઈન્સ્પેકટર રૂપાણી, ડિટીઓ જે. વી.ઈશરાણી, પીઆઈ ટ્રાફિક ચાવત, ડેપો મેનેજર એન.બી. વરમોરા, ટીઆઈ અકસ્માત સુંબડ, ટ્રાફિક શાખાની હાજરીમા નેશનલ રોડ સેફટી મંથ ૨૦૨૫ ની ઉજવણી કરી, અને સ્ટાફગણને રોડ સેફટી તેમજ અકસ્માત નિવારણ વિગતોથી અવગત કરેલ તેમજ નિલ અકસ્માત ધરાવતા જામનગર ડેપોના ડ્રાઈવરોને પ્રસંશા પત્ર અધિકારીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું,વાહન સલામતીપુવર્ક ચલાવવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
તે ઉપરાંત મુસાફરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફને ડ્રાઈવિંગ હેબિટ અને અકસ્માત નિવારવા માટે આર.ટી.ઓ. ટ્રાફિક વેન મારફતે વિડિયોગ્રાફિ દેખાડીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech