સહકારી ક્ષેત્રની રાષ્ટ્ર્રીય કક્ષાની સંસ્થા નાફેડમાં ગઈકાલે બિનહરીફ ડાયરેકટર તરીકે ચૂંટાયેલા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા એ આજે રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો નાફેડની ચૂંટણીમાં ભાજપ તરફથી કોઈ ઉમેદવારની તરફેણમાં મેન્ડેટ આવ્યો હોત તો પક્ષના શિસ્તબધ્ધ સૈનિક તરીકે હત્પં મારી ઉમેદવારી પાછી ખેચત અને ચૂંટણી ન લડત.
મોહનભાઈ કુંડારીયાએ ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૨૦૧૪માં યારે હત્પં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કૃષિ અને સહકાર વિભાગનો પ્રધાન હતો ત્યારે કોંગ્રેસના શાસન વખતની નાફેડ બધં કરવાની ફાઈલ ચાલુ હતી. આ બાબત મારા ધ્યાનમાં આવી ત્યારે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યકિતગત મળીને આ સંસ્થા ચાલુ રાખવા માટે આગ્રહ રાખ્યો હતો અને વડાપ્રધાને મારી વાત માની હતી. ભૂતકાળમાં ખોટમાં ચાલતી આ સંસ્થા અત્યારે નફો કરતી થઈ ગઈ છે. પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા રમણીકભાઈ ધામી જેવા અનેક જ નેતાઓના પરિશ્રમથી આ સંસ્થા ઊભી થઈ છે.
નાફેડમાં છેલ્લી ઘડીએ ચૂંટણી કેવી રીતે બિનહરીફ થઈ અને અન્ય તમામ ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા કેમ ખેંચ્યા ? તેવા સવાલના જવાબમાં મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે દેશ લેવલની આ સંસ્થામાં ૫૫૬ મતદારો છે તેમાં ૨૯૮ ગુજરાતના અને ૧૯૮ મોરબી તથા રાજકોટ જિલ્લાના છે સહકારી ક્ષેત્રના અને ભાજપના આગેવાનોએ અન્ય ચાર ઉમેદવારને આ મુદ્દે સમજાવતા તેમણે ફોર્મ પાછા ખેંચ્યા હતા. લોકસભાની ટિકિટ ન મળવાને કારણે તમે નારાજ હતા અને આ તમારા માટે વર્ચસ્વ ની લડાઈ હતી ?તેવા સવાલના જવાબમાં કુંડારીયાએ કહ્યું હતું કે આવું કશું ન હતું. હત્પં નારાજ ન હતો અને મારા માટે આ વર્ચસ્વની લડાઈ પણ ન હતી. છેલ્લા ૩૮ વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech