રાજકોટ ઇન્દિરા સર્કલ ખાતે ચાર વ્યક્તિનો ભોગ લેવા ઉપરાંત ગંભીર તેમજ અનેક નાની મોટી ઇજાઓ પહોંચાડનારી મહાનગરપાલિકાની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાની બસ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર બસ એજન્સી જ મુખ્ય આરોપી છે, ત્યારે મ્યુ. કોર્પો. સત્તાવાળાઓ દ્વારા ૧૫-૧૫ લાખ સહિતના જુદીજુદી સહાય જાહેર કરવામાં આવી છે. જે અંગે એડવોકેટ વિકાસ શેઠે જણાવ્યું છે કે ભોગ બનનારને તાત્કાલિક સહાય આપવી તે સારી બાબત છે. પરંતુ આવી સહાયની રકમ ગુનાહિત કૃત્યમાં સહભાગી એવી કોન્ટ્રાકટર બસ એજન્સી પાસેથી વસુલવી જોઈએ, હાલની બસ કોન્ટ્રાકટ એજન્સી કે જે દિલ્લીની છે, તેની તથા તેના રાજકોટના વહીવટકર્તા અને મેનેજરો પાસેથી વસુલવાની કાર્યવાહીમાં પણ નિ:શુલ્ક કાનુની માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવેલ છે. કારણકે આ ગુનેગારો વતી ચુકવાતી રકમ પ્રજાના લોહી પસીનામાંથી ચુકવાયેલ ટેકસની છે. જેથી તેવી રકમ બસ એજન્સી પાસેથી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ પાસેથી વસુલવા રા.મ્યુ.કોર્પો.ના કમિશ્નરને વિકાસ કે. શેઠે લેખિત જાણ કરવા ઉપરાંત આ કાર્યવાહી કરવામાં રા.મ્યુ.કોર્પો. આંખ મિંચામણા કે કસુર કરશે તો રિપ્રેઝન્ટેટીવ કેપેસીટીમાં કાનુની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.
હતભાગીઓ, પરિવારોને એડવોકેટ વિકાસ શેઠ દ્વારા ફ્રી કાનૂની સહાય
રાજકોટમાં ગઈકાલે ઇન્દિરા સર્કલ ખાતે સર્જાયેલી ગંભીર કરુણિકા લોકો ભુલી શકે તેમ નથી. ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ઉલાળિયો કરી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ અને ચાલકે નિર્દોષ ચાર વ્યકિતઓનો ભોગ લેવા ઉપરાંત અન્ય પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા અને અનેક નિર્દોષ વ્યકિતઓને નાની મોટી ઈજાઓની કરુણ દુર્ઘટનાના હતભાગીઓને નિ:શુલ્ક કાનૂની મદદ કરવા એડવોકેટ વિકાસ કે. શેઠે તૈયારી બતાવી છે અને મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલ વળતરની તમામ રકમ બસ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવા મહાપાલિકા સત્તાવાળાઓને નોટિસ પાઠવી અન્યથા કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
આ અંગે એડવોકેટ વિકાસ શેઠે જણાવ્યું છે કે, જયારે પણ આ પ્રકારના ગંભીર અકસ્માત અને બનાવો બને છે ત્યારે રાજકારણને આગળ ધરી પોલીસતંત્ર અને કાનુની કાર્યવાહીને બુઠી કરવાના પ્રયાસો શરૂ થઈ જાય છે. રાજકોટની પ્રજા સહનશીલ છે, પરંતુ તેને ન્યાય મળવો એ એટલું જ મહત્વનું છે, ત્યારે બંધારણમાં સસ્તા, સરળ અને ઝડપી ન્યાયની બાંહેધરી આપેલી છે. તેમાં આ બધી અવ્યવસ્થા વચ્ચે કાનુની કાર્યવાહી ખુબ જ મોંઘી થઈ ગયેલ છે. જેને કારણે કદાચ હતભાગીઓ અને પરિવારજનો ન્યાયથી વંચિત રહી ન રહી જાય તેવી પરિસ્થિતિ ન નિર્માણ પામે તે માટે રાજકોટના યુવા એડવોકેટ વિકાસ કે. શેઠે તમામને ન્યાય મળે તે માટે રાજકોટ કોર્ટમાં નિઃશુલ્ક વકીલ તરીકેની સેવા તથા કાનુની માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવી છે. જે માટે મોબાઈલ ફોન નં. ૯૮૨૫૪-૮૧૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech