ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ વિક્રાયામલ નારવાણી નામના ૫૪ વર્ષના સિંધી લોહાણા આધેડના વૃદ્ધ માતા મીરાબેન વિક્રાયામલ નારવાણી ગઈકાલે મંગળવારે બપોરના સમયે સુરજકરાડી હાઈવે રોડ પર આવેલી બેંક પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૩૭ ટી ૯૧૪૫ નંબરના ચાલકે મીરાબેનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જી, આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે ચંદુભાઈ નારવાણીની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (એ) તથા એમ.વી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
***
ખંભાળિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત: ત્રણને ઈજા
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ સવદાસભાઈ ચુડાસમા નામના ૨૪ વર્ષના યુવાન તેમની સાથે અન્ય એક યુવાન કિશનભાઈ રામભાઈ ચુડાસમા તેમજ મિતલબેન રામભાઈ ચુડાસમાને લઈને મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ૨૦ કિલોમીટર દૂર ભાણખોખરી ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૩૭ ઈ. ૦૪૨૦ નંબરના મોટરસાયકલના ચાલકે ફરિયાદી નિલેશભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેના પર જઈ રહેલા નિલેશભાઈ, મિતલબેન તેમજ કિશનભાઈ ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે નિલેશભાઈ ચુડાસમાની ફરિયાદ પરથી અન્ય મોટરસાયકલના ચાલક સામે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી એવા લલીયા ગામના જેસા રણમલ સુમણીયા (ઉ.વ. ૨૮)ની અટકાયત કરી લેવામાં આવી છે.
***
ખંભાળિયા નજીક રીક્ષાની અડફેટે મુસાફરો ઇજાગ્રસ્ત
ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે ૨૧ કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. ૧૦ ટી.ઝેડ. ૦૬૯૯ નંબરની બજાજ કંપનીની સીએનજી ઓટો રીક્ષાના અકસ્માત સર્જતા ચોટીલાના રહીશ મુનાભાઈ સોમાભાઈ પરાડિયા (ઉ.વ. ૩૫) તથા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસમાં બજાજ રિક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
મારવાડી વાસ પાસે બાઇકની ઠોકરે વૃઘ્ધને ઇજા
જામનગરના મારવાડીવાસમાં રહેતા અને જુના ફર્નીચરનો વેપાર કરતા દેવા મોતીભાઇ રાઠોડ (ઉ.વ.૫૫)એ ગઇકાલે સીટી-એમાં મોટરસાયકલ નં. જીજે૧૦ડીકે-૦૫૫૩ના ચાલક નિર્મલ મનસુખ રાઠોડની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૧-૬-૨૨ના રોજ રણજીતસાગર રોડ, મારવાડીવાસના ઢાળીયા સામે આરોપીએ પોતાની મોટરસાયકલને પુરઝડપે ગફલતથી ચલાવી ફરીયાદીને હડફેટે લઇ રોડ પર પછાડી દઇ માથા અને બંને પગમાં તથા નાકના ભાગે ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech