જામનગરમાં, અશોક બ્રાસ મોલ્ડિંગ પાસેથી દિલ્હીના સ્ટાર ઇન્ટરનેશનલના શાહનવાઝ સૈફી દ્વારા તેમના ધંધા માટે બ્રાસ સડીયા ઉધારથી ખરીદી કરવામાં આવેલ, અને તે મુજબ તેમની પાસેથી અશોક બ્રાસ મોલ્ડિંગને રૂ.૬,૭૪,૫૦૭ બીલ તથા લેઝર મુજબ લેવાના થતાં હતા. જે બાકી લેણાંની માંગણી કરવામાં આવતા સ્ટાર ઇન્ટરનેશનલ દ્વારા રકમની ચુકવણી માટે અશોક બ્રાસ મોલ્ડિંગ નામ જોગનો ચેક આપવામાં આવેલ. અશોક બ્રાસ મોલ્ડિંગના દ્વારા ચેક બેન્કમાં કલીયરિંગમાં નાખતા મજકુર ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ.
ત્યારબાદ અશોક બ્રાસ મોલ્ડિંગ દ્વારા તેમના વકીલ મારફત નોટિસ મોકલાવેલ. જે નોટિસ બજી જવા છતાં શાહનવાઝ સૈફી દ્વારા ચેક મુજબની રકમ ચુકવવામાં આવેલ નહીં. જેથી અશોક બ્રાસ મોલ્ડિંગના પાર્ટનર જીવરામભાઈ સોરઠીયા દ્વારા જામનગરની અદાલતમાં સ્ટાર ઇન્ટરનેશનલના પ્રોપરાઇટર શાહનવાઝ સૈફી સામે નેગોશીએબલ ઈન્સટુમેન્ટ એકટની કલમ - ૧૩૮ અન્વયે ફરિયાદ નોંધાવવામાં આવેલ.
ઉપરોક્ત ફરીયાદ ચાલી જતાં ફરિયાદી દ્વારા પોતાની જુબાની આપવામાં આવેલ, અને તે રીતે ફરીયાદના વકીલ દ્વારા ફરીયાદ પક્ષે કેસ સાબીત કરેલ, અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ. જે દલીલો તથા ચુકાદાઓ માન્ય રાખી નામ. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી શાહનવાઝ સૈફીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.૬,૭૪,૫૦૭ની રકમનો દંડ કરેલ, અને દંડની રકમ રૂ.૬,૭૪,૫૦૭ ફરિયાદીને ચુકવી આપવાનો તથા જો આરોપી દંડ ન ભરે તો વધુ ૩ માસની સજાનો હુકમ કરેલ. ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક નાનાણી તથા નેહલ બી.સંચાણિયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech