ખંભાળિયા તાલુકાના ભરાણા ગામની તાલુકા પંચાયતની ખાલી પડેલી એક બેઠક માટે ગઈકાલે યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ ૬,૫૧૭ પૈકી ૨૮૩૦ મતદારોએ મતદાન કરતા ૪૩.૪૨ ટકા મતદાન થવા પામ્યું છે.
કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુર બેઠકની એક બેઠક પરની પેટા ચૂંટણીમાં ૬૧૭૩ પૈકી ૧,૪૫૧ પુરુષો અને ૭૯૫ સ્ત્રીઓ મળી કુલ ૨,૨૪૬ મત પડ્યા હતા. જેથી મતદાનની કુલ ટકાવારી માત્ર ૩૬.૩૮ ટકા રહી હતી. તાલુકા પંચાયતની ઉપરોક્ત બંને બેઠકની પેટા ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન ૪૦ ટકા રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત (પેટા)ની આ ચૂંટણી માટે જિલ્લાના ૪૩ સંવેદનશીલ સહિત કુલ ૯૨ મતદાન બુથમાં નોંધાયેલા કુલ ૭૫ હજાર જેટલા મતદારો માટે આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયા જિલ્લાની કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એમ. તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન કાર્યવાહી સંપન્ન થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application