રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત ખેતી અને ફળાઉ વૃક્ષો ને મોટા પાયે નુકસાન થયું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું છે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાની નો સર્વે કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે.
કમોસમી વરસાદને કારણે ખેતરનો ઉભો પાક નષ્ટ થયો છે. બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી માનવ મૃત્યુ પશુઓના મૃત્યુ થતાં પશુપાલકોની રોજગારી પર પણ અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે.
આ પાક નુકસાની અંગે એસડીઆર એફના નિયમો મુજબના કામગીરી શરૂ કરવામાં આવી છે.ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે અનાજ, શાકભાજી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ચીકુ અને કેરી ઝાડ પરથી ખરી પડતાં વાડીના માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
બીજી તરફ, તલ, મગ સહિતના ધાન્ય પાકો પણ વરસાદમાં ધોવાઈ ગયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. ખેતરોમાં તૈયાર પાક વરસાદના પાણીમાં નષ્ટ થયો છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સરવે કરાવીને સહાય કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
વરસદની સ્થિતિ થોડી શાંત થતાં હવે સરકારે જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે. જેમા બાગાયતી અને ખાસ કરીને કેરીના પાકમાં પ્રાથમિક નુકસાનની વિગતો મંગાવાઈ છે. જેમાં એસડીઆરએફના નિયમો મુજબના અંદાજોને આધારે સરકાર કામગીરી આગળ વધારશે. બીજી તરફ કેટલાક મકાનો અને દુકાનોને પણ નુકસાન પહોંચ્યુ છે. ભારે પવનના કારણે સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે. આ તમામ બાબતોનો સર્વે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech