રાઈટ ટુ એજ્યુકેશન એકટ 2009 ની જોગવાઈ મુજબ સમાજના નબળા અને વંચિત જુથના બાળકોને ખાનગી શાળાઓમાં કુલ બેઠકના 25% મુજબ ધોરણ-1 માં પ્રવેશ આપવાની પ્રક્રિયાના એક ભાગરૂપે 86274 એડમિશન આપવામાં આવ્યા છે. તેમાં ૪૦ ટકા જેટલા આંગણવાડીના બાળકો છે, રાજ્ય સરકારની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા 32,267 બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1 માં એડમિશન આપવામાં આવ્યા છે.
આરટીઇ એડમિશનમાં અનામતની કેટેગરી ઉપરાંત નબળા અને વંચિત જૂથના વધુ જરૂરીયાતવાળા પરિવારના બાળકોને એડમિશન મળે તેની ખાસ રાખવામાં આવતી હોય છે. કુલ 86,274 એડમિશનમાં 86 અનાથ બાળકોને પ્રવેશ અપાયા છે. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત હોય તેવા 511 બાળકોને એડમિશન આપવામાં આવ્યા છે. બાલ ગૃહના 15 અને સ્થળાંતરિત મજૂરોના 12 બાળકોને પણ આરટીઇમાં એડમિશન આપવામાં આવ્યા છે. મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી અને શારીરિક વિકલાંગ હોય તેવા 268 બાળકોને પણ આ કાયદાની મુજબ એડમિશન આપવામાં આવ્યા છે. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના ચાર જવાનના બાળકોને પણ એડમિશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી 5120 દીકરીઓને પણ એડમિશન આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત બીપીએલ કેટેગરીના 1615 શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબના 14,254 ઓબીસી અને એસીબીસી કેટેગરીના 18,383 બાળકોને એડમિશન આપવામાં આવ્યા છે.
એડમિશનનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો તે પહેલા જ 7586 જગ્યા ખાલી પડી હતી. પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી નિયત સમય મર્યાદામાં એડમિશન નહીં લેનાર કેટલા બાળકો છે તેની વિગતો સરકારે માંગી છે અને તે મળી ગયા પછી હવે બીજા રાઉન્ડ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech