સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યા મુજબ, પી.જી.વી.સી.એલ. દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન એલ.ટી. કેટેગરીના કુલ ૨,૯૧,૪૮૭ ગ્રાહકો પાસેથી ૩૯૧.૩૫ મીલીયન યુનિટ સોલાર પાવરની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ સોલાર ગ્રાહકોની સંખ્યામાં ૬૦.૯૭% અને સોલાર પાવર ખરીદી અન્વયે ગ્રાહકોને પેમેન્ટની રકમમાં ૫૭.૫૫% નો અદભૂતપૂર્વ વધારો નોંધાયેલ છે. જે પી.જી.વી.સી.એલ.ના ગ્રાહકોની ગ્રીન એનેર્જી અપનાવીને પર્યાવરણ તરફથી જાગૃતતા દર્શાવે છે.
વધુમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન પીજી.વી.સી.એલ. દ્વારા ગ્રાહકો પાસેથી ખરીદ કરવામાં સોલાર વીજળી પેટે રૂ. ૬૫.૫૮ કરોડનું ટૂંક સમયમાં પેમેન્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની સોલાર સ્કીમ અંતર્ગત સબસિડીનો લાભ લઈને સોલાર પાવર અપનાવીને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તેમજ ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech