રેલનગરમાં રહેતા ક્ષત્રિય મહિલા અગ્રણી પધ્મીનીબા વાળાએ પુત્ર સત્યજિતસિંહ સાથે મળી પતિ ગિરિરાજસિંહને પાઇપથી મારમારતા પતિએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દંપતી વચ્ચે ઝગડો કયાં કારણથી થયો છે એ મુદ્દે નિવેદન નોંધવા પોલીસ હોસ્પિટલએ પહોંચતા પતિએ ફરિયાદ કરવાની ના પાડી હતી અને સમાધાન થઇ ગયાનું જણાવ્યું હતું.
બનાવની વિગત મુજબ રેલનગરમાં રામેશ્વર પાર્ક–૫માં રહેતા ગિરિરાજસિંહ અનિધ્ધસિંહ વાળા (ઉ.વ.૪૭)ના રાત્રે એકાદ વાગ્યે ઘરે હતા ત્યારે પત્ની પધ્મિનીબા અને પુત્ર સત્યજિતસિંહએ પાઇપથી માર મારતા માથાના ભાગે ઇજા થઇ હોવાની રાવ સાથે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રધુમનનગર પોલીસમાં જાણ કરતા એએસઆઇ અણભાઈ વ હોસ્પિટલએ નિવેદન નોંધવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ મામલે સમાધાન થઇ ગયાનું અને કોઈ ફરિયાદ ન હોવાનું ગિરિરાજસિંહએ પોલીસને જણાવતા પોલીસે નોંધ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પધ્મીનીબા વાળા લોકસભાની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર પુરસોત્તમ પાલા સામે વિરોધમાં ઉતર્યા હતા અને લાઇમ લાઇટમાં આવ્યા હતા. બાદમાં સાઈડ લાઈન થઇ જતા ક્ષત્રિય સંકલન સમિતિ અને તેના કેટલાક હોદેદારો સામે તેણે આંગળીઓ ચીંધી હતી. આ સમયે પણ દંપતી વચ્ચે ઝગડો થતા પતિ ગિરિરાજસિંહએ પત્ની પધ્મિનીબાને મારમાર્યેા હોવાની વાત સામે આવી હતી આ મુદ્દે ત્યારે પણ તેમને સમાધાન થઇ ગયાનું જણાવ્યું હતું. તાજેતરમાં જ અમદાવાદ ખાતેના એક સંમેલનમાં સ્ટેજ પર બેસવા અને નામ બાબતે આયોજક સમિતિના સભ્ય સાથે બોલાચાલી કરી હોવાનું પણ વિડીયો વાયરલ થયો હતો. ત્યારે દંપતી વચ્ચે કયાં બાબતે માથાકૂટ થઇ હતી એ હજુ બહાર આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેં મારી માતાની લાગણીની કદર કરી, લગ્નમાં પિતાને ન બોલાવ્યા : પ્રતિક બબ્બર
May 12, 2025 12:19 PMયુઘ્ધની પરિસ્થિતિને પગલે સલાયા બંદર પર મરીન પોલીસ દ્વારા સખ્ત ચેકીંગ
May 12, 2025 12:12 PMઅક્ષય નહીં, પ્રેમ નઝીરના નામે છે એક જ વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરવાનો રેકોર્ડ
May 12, 2025 11:55 AMજામનગર બસ સ્ટેશન ખાતે સુરક્ષા એજન્સીઓનું ચેકીંગ
May 12, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech