પાકિસ્તાની સેનાએ તહરીક-એ-તાલિબાનના 54 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે, આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.આઈએસપીઆરના નિવેદન અનુસાર, 25-26 એપ્રિલ અને 26-27 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સૈનિકોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના હસન ખૈલ વિસ્તારમાં મોટી સંખ્યામાં આતંકવાદી ગતિવિધિઓ શોધી કાઢી હતી અને પાકિસ્તાની સૈનિકોએ કાર્યવાહી કરી અને તમામ 54 આતંકવાદીઓને ઠાર માર્યા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
પકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના ઓછામાં ઓછા 54 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આતંકવાદ સામેના યુદ્ધમાં સમગ્ર પાકિસ્તાની જનતા તેના સુરક્ષા દળો સાથે ઉભી છે અને સુરક્ષા દળો દેશની સરહદોનું રક્ષણ કરવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
પાકને ટીટીપી અને બીએલએનો બેવડો પડકાર
શહબાઝ શરીફે કહ્યું કે આવા સફળ ઓપરેશન્સ સાબિત કરે છે કે પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઈ જીતી રહ્યું છે અને આતંકવાદીઓ સામે મોટી સફળતાઓ મેળવી રહ્યું છે. પાકિસ્તાની સેના દેશમાં ટીટીપી અને બીએલએના બેવડા પડકારનો સામનો કરી રહી છે.
તાજેતરમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો હતો. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે તેણે ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો અને 10 સૈનિકોને મારી નાખ્યા હતા. બીએલએ અનુસાર, આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech