નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં ઘર બહાર ફિટ કરેલા હીંચકામાં રમતા 10 વર્ષના કિશોરનું મોત થયુ છે. બાળકે ગળામાં પહેરેલી ટાઇ હીંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો લાગી ગયો હતો. પિતાની નજર પડતા તેઓ પુત્રને નીચે ઉતારી તરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ 10 વર્ષીય રચિત પટેલનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. એકના એક પુત્રનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, લક્કડપીઠા માર્ગ પર ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમભાઇ પટેલ શાકભાજીનો વેપાર કરે છે. તેમનો 10 વર્ષનો દીકરો રચિત ધો. 5 માં અભ્યાસ કરે છે. રચિતે ગઈકાલે એક ફંક્શનમાં હાજરી આપવાની હોવાથી ટાઇ પહેરી હતી. ફંક્શનમાંથી પરત આવ્યો ત્યારે તે હીંચકા પર રમતો હતો ત્યારે તેને ફાંસો લાગી ગયો હતો. જે હીંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. તેના પિતા ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમણે પુત્રને જમીન પર ફસડાઈ પડેલો જોયો હતો. બાદમાં તેઓ રચિતને તાત્કાલિક માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. નાના બાળકોને એકલા રમતા મૂકતા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech